Site icon

Saras Mela 2023: અડાજણ ખાતે રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથોના આર્થિક ઉત્થાન માટે આયોજિત ‘સરસ મેળા’ને ખુલ્લો મુકતા શહેરના મેયર દક્ષેશ માવાણી

Saras Mela 2023:સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી હસ્તકલા સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જુથોના ઉત્પાદનોને ‘સરસ મેળા’ થકી ખરીદવાની તક. તા.૭મી નવેમ્બર સુધી સરસ મેળાનું આયોજન*

City Mayor Dakshesh Mavani inaugurating the 'Saras Mela' organized for economic upliftment of rural women self-help groups of the state at Adajan.

City Mayor Dakshesh Mavani inaugurating the 'Saras Mela' organized for economic upliftment of rural women self-help groups of the state at Adajan.

News Continuous Bureau | Mumbai 

Saras Mela 2023: ગ્રામીણ મહિલાઓ ( Rural women ) દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું ( art objects ) ( Exhibition ) પ્રદર્શન -સહ-વેચાણ થાય અને તેમનું આર્થિક ઉત્થાન ( Economic development ) થાય એ હેતુથી ભારત સરકારના ( Indian Government ) ગ્રામીણ વિકાસ મંત્રાલય ( Ministry of Rural Development ) , રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની ( Gujarat Livelihood Promotion Company ) લિ.ના સંયુક્ત ઉપક્રમે સુરત ( Surat ) શહેરના અડાજણ ( Adajan )  ખાતે તા.૨૭ ઓકટોબરથી ૭ નવેમ્બર દરમિયાન આયોજિત ‘સરસ મેળા’ને મેયર દક્ષેશભાઈ માવાણીએ ખુલ્લો મુકયો હતો.

Join Our WhatsApp Community

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જુથો (સખીમંડળો)ને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમના દ્વારા ઉત્પાદિત કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી આ જૂથોને પ્રોત્સાહિત કરવાના આશયથી હની પાર્ક ગ્રાઉન્ડ, આનંદ મહલ રોડ, અડાજણ ખાતે ‘સરસ મેળો’ યોજાયો છે તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ જણાવ્યું હતું. તેમણે શહેરની જનતાને આ મેળાની અવશ્ય મુલાકાત લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સુરત જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીનના જનરલ મેનજર મનોહરસિંહ ગોહિલ, ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ સહિત ગ્રામ્ય સખી મંડળોના પ્રમુખ તથા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.ના અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Election 2023: ચૂંટણી સિઝનમાં એક્શનમાં ચૂંટણી પંચ.. હિમંતા બિસ્વા, પ્રિયંકા ગાંધી અને કેન્દ્ર સરકારને ચુંટણી પંચની નોટિસ… જાણો શું છે આ મામલો..વાંચો વિગતે અહીં..

દેશના વિવિધ રાજ્યોના ૫૦ સ્ટોલ તેમજ ગુજરાતના જિલ્લાઓના ૧૦૦ જેટલા સ્ટોલ્સ

સરસ મેળામાં આર્ટીસન સ્ટોલ્સ, કિડ્સ ઝોન, કલ્ચરલ પ્રોગ્રામ, લાઈવ ફુડ સ્ટોલ્સ તેમજ હસ્તકલા, હેન્ડલૂમ સહિતની કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ હરિયાણા, બિહાર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ગોવા, મધ્યપ્રદેશ, કેરલા, લદાખ, આંધ્રપ્રદેશ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, રાજ્યના રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ઓડિશા સહિતના રાજ્યોના ૫૦ તથા ગુજરાતના વિવિધ જિલ્લાના ૧૦૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ મેળામાં બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઈનોવેટિવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલર, ડિજીટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પુરસ્કાર અપાશે.

 

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version