Surat: સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરના અધ્યક્ષસ્થાને શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ

Surat: નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન ૧૨૪૯ પશુઓને પકડી ૧૫લાખથી વધુના દંડની વસૂલાત

News Continuous Bureau | Mumbai 

Surat:  શહેરમાં અકસ્માતોનું ( accidents ) પ્રમાણ ઘટે તથા ટ્રાફિક નિયમન ( Traffic regulation ) જળવાય તેવા આશયથી સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની ( Road Safety Council ) બેઠક પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

                  બેઠકમાં પોલીસ કમિશનર ( Police Commissioner )  શ્રી એ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં નવા ટ્રાફિક સિગ્નલો ( New traffic signals )  સત્વરે લગાડવા તેમજ ચાલુ સિગ્નલોની મરામત કરવાની તાકીદ કરી હતી. બેઠકમાં રખડતા ઢોર બાબતે મહાનગરપાલિકા દ્વારા નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન ૧૨૪૯ પશુઓને પકડી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે, તેમજ રૂ.૧૫લાખથી વધુના દંડની પણ વસુલાત કરવામાં આવી હોવાની વિગતો પાલિકાના અધિકારીએ આપી હતી. આ ઉપરાંત રોડ પર સાઈન બોર્ડ લગાવવા, ઝિબ્રા ક્રોસિગ, સ્ટોપ લાઈન તથા રબ સ્ટ્રીપ બનાવવાની કામગીરી સમયસર થાય એ બાબતે જે તે વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. 

City Road Safety Council meeting was held under the chairmanship of Surat City Police Commissioner Ajay Tomar

City Road Safety Council meeting was held under the chairmanship of Surat City Police Commissioner Ajay Tomar

             પોલીસ દ્વારા છેલ્લા ૧૧ મહિનામાં ૫૬૦ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો કરવાંમાં આવ્યા છે. છેલ્લા એક મહીનામાં ૧૪ કેસો કરવામાં આવ્યા છે. ડુમસ રોડ પર મહાનગરપાલિકાના દ્વારા આપવામાં આવેલ પે એન્ડ પાર્કના ઇજારદારોને પાર્કિગના બોર્ડ મૂકવા, શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ટ્રાફિક નિયમન સ્પર્ધાઓ-કાર્યક્રમો યોજવા ઉપરાંત આર.ટી.ઓ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસમાં વાહનચાલકોને લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની વિગતો આપી હતી. શનિ-રવિવારના દિવસો દરમિયાન ડુમસ રોડ પર ખાણી-પીણીની લારીઓના કારણે થતી ટ્રાફિક સમસ્યાની સ્થિતિ નિવારવા માટે પાલિકાના અધિકારીઓ સાથે રહીને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.  

City Road Safety Council meeting was held under the chairmanship of Surat City Police Commissioner Ajay Tomar

આ સમાચાર પણ વાંચો :  Covid-19: ડો. મનસુખ માંડવિયાએ દેશના કેટલાક ભાગોમાં વધતા જતા કોવિડ -19 કેસોને ધ્યાનમાં રાખીને સર્વેલન્સ, કન્ટેનમેન્ટ અને મેનેજમેન્ટ માટે જાહેર આરોગ્ય પ્રણાલીની સજ્જતા અને કોવિડ -19 પરિસ્થિતિની સમીક્ષા કરી

                   બેઠકમાં જોઈન્ટ પો.કમિશનરશ્રી એચ.આર.ચૌધરી, ટ્રાફિક એસીપી એમ.એસ.શેખ, ઈ.પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આકાશ પટેલ, હાઈવે ઓથોરિટી, એસ.ટી., માહિતી વિભાગ, મહાનગરપાલિકાના વિવિધ ઝોનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version