Site icon

Taluka Welcome Program: ૨૩મીએ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશેઃ

Taluka Welcome Program: ૨૪મીએ સુરત ‘જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ’ યોજાશે:

Taluka Welcome Program

Taluka Welcome Program


News Continuous Bureau | Mumbai

Taluka Welcome Program: લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ એપ્રિલ મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૩મીએ અને તા.૨૪મીના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૩મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સૂરત જિલ્લા કલેક્ટરશ્રી કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે.

Join Our WhatsApp Community

આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૩મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે તે તાલુકાની માંમલતદાર કચેરીઓ ખાતે ઉપસ્થિત રહેશે. કતારગામ તાલુકા મામલતદાર કચેરી ખાતે પોલીસ કમિશનરશ્રી, પુણા તાલુકામાં મુખ્ય કારોબારી અધિકારી, ચોર્યાસીમાં સુરત ગ્રામ્ય‍ના પોલીસ અધિક્ષક, ઉધનામાં જિલ્લા પુરવઠા અધિકારી, માંગરોળ મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી, બારડોલી તાલુકામાં બારડોલી પ્રાંત અધિકારી, ઉમરપાડા તાલુકામાં માંડવી પ્રાંત અધિકારી, મહુવા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), પલસાણા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસૂલ), અડાજણ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(વિકાસ), અબ્રામાં તાલુકામાં નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી વિભાગ-૨, માંડવી તાલુકામાં નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી વિભાગ-૧, મજુરામાં સીટી પ્રાંત દક્ષિણ, ઓલપાડ તાલુકામાં ઓલપાડ પ્રાંત અધિકારી, કામરેજ તાલુકામાં કામરેજ પ્રાંત અધિકારી હાજર રહી પ્રજાના પ્રશ્નો સાંભળશે.

આ સમાચાર પણ વાંચો :  Waqf Board: વકફ પાસે છે છ મોટા ભારતીય શહેરો કરતાં ત્રણ ગણી વધુ જમીન

ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજુઆતો અંગેની અરજી સરનામા તથા કોન્ટેક નંબર સાથે મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી તેવા મથાળા સાથે ગામના તલાટીને સંબોધીને દર મહિનાની તા.૧૦મી સુધી આપવાની રહેશે. જેનો જે તે તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. જયારે જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટેની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવી તેમ સુરતના નિવાસી અધિક કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version