Adajan: અડાજણ ખાતે ‘માટી મૂર્તિ પ્રદર્શન સહ વેચાણ મેળો – ૨૦૨૪’ને મુકાયો ખુલ્લો , આ તારીખ સુધી લઇ શકશો તેની મુલાકાત..

Adajan: અડાજણ ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન-ગાંધીનગર દ્વારા આયોજીત માટી મૂર્તિ મેળાને ખૂલ્લો મૂકતા મેયર દક્ષેશભાઈ માવાણી. માટી મૂર્તિ પ્રદર્શન સહ વેચાણ મેળો તા.૧ થી ૭ સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. સુરત, નવસારી, અંકલેશ્વર હાસોટ સહિત ભરૂચના ૪૯ મૂર્તિકારો દ્વારા તૈયાર કરાયેલી ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ ઘર આંગણે ખરીદવાની તક.

'Clay statue Murti Exhibition and Sales Fair - 2024' is open at Adajan, you can visit it till this date.

News Continuous Bureau | Mumbai

Adajan: ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન- ગાંધીનગર દ્વારા સ્કુલ ચિલ્ડ્રન હોલ,પાર્ટી પ્લોટ, ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે, અડાજણ ખાતે ‘માટી મૂર્તિ મેળો પ્રદર્શન સહ વેચાણ મેળો – ૨૦૨૪’ને ( Clay Murti Exhibition and Sales Fair – 2024 ) મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. સુરત શહેર, નવસારી, અંકલેશ્વર હાસોટ સહિત ભરૂચના ૪૯ મૂર્તિકારો દ્વારા તૈયાર કરાયેલી ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ ઘર આંગણે ખરીદવાનો સુવર્ણ અવસર છે. આ માટી મૂર્તિ મેળો તા.૧ થી ૭ સપ્ટેમ્બર સુધી બપોરેના ૦૧:૦૦ વાગ્યાથી રાત્રીના ૦૯:૦૦ કલાક સુધી ખુલ્લો રહેશે.    

Join Our WhatsApp Community
'Clay statue Murti Exhibition and Sales Fair - 2024' is open at Adajan, you can visit it till this date.

‘Clay statue Murti Exhibition and Sales Fair – 2024’ is open at Adajan, you can visit it till this date.

         

 

 

 

 

 

 

 

‘Clay statue Murti Exhibition and Sales Fair – 2024’ is open at Adajan, you can visit it till this date.

મેયરશ્રીએ જળ-જમીનનું પ્રદૂષણ ન થાય તે માટે માટીના ગણેશજીની પ્રતિમાનું ( Ganesh statue ) સ્થાપન કરવા નાગરિકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની યોજના આજે સાચા અર્થમાં સુરતમાં સાકાર થઈ રહી છે. સખી મંડળોને પ્રોત્સાહન મળી રહે  તેમજ મહિલાઓમાં છુપાયેલી કળા આજે ગણેશજીની કલાત્મક પ્રતિમાઓમાં જોવા મળી રહી છે. આ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાના વેચાણ થકી સખીમંડળની બહેનો અને પરિવારને આર્થિક ટેકો મળશે. 

‘Clay statue Murti Exhibition and Sales Fair – 2024’ is open at Adajan, you can visit it till this date.

આ સમાચાર પણ વાંચો:  Aadhaar Update : મફતમાં આધાર અપડેટ કરાવવાની છેલ્લી તક, આ તારીખ પહેલા કરાવી લો અપડેટ; પછી આપવો પડશે ચાર્જ..

                   સંસ્થાનના અધિકારી હર્ષદભાઈ ત્રિવેદીએ ઈકોફ્રેન્ડલી મૂર્તિની ( Gujarat Pottery Art ) માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્લાસ્ટર ઓફ પેરિસમાં જીપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા રાસાયણિક પદાર્થો(કેમિકલ્સ) તેમજ મૂર્તિઓને કરાતા રાસાયણિક કલર્સમાં મરક્યૂરી, લેડ, કેડિયમ અને કાર્બન રહેલા હોય છે. જેથી પી.ઓ.પી.ની મૂર્તિઓનું નદી, તળાવ કે દરિયામાં વિસર્જન કરવામાં આવતાં તેનાથી આ જળસ્ત્રોતોના પાણીમાં ઝેર ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત જળજીવો અને પાણીમાં ઉગતી વનસ્પતિ માટે નુકશાનકારક બને છે, જેથી શહેરીજનોએ પ્રદુષણ અટકાવવાના સંકલ્પ સાથે ગણેશજીની ઈકો ફ્રેન્ડલી  મૂર્તિઓની ખરીદી કરીને મહિલા મૂર્તિકારોને ( female sculptors )  મદદરૂપ થવાનો અનુરોધ કર્યો હતો. 

‘Clay statue Murti Exhibition and Sales Fair – 2024’ is open at Adajan, you can visit it till this date.

‘Clay statue Murti Exhibition and Sales Fair – 2024’ is open at Adajan, you can visit it till this date.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version