Leprosy Case Detection Campaign: સુરત અને તાપી જિલ્લામાં ‘રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન’ કાર્યક્રમ હેઠળ LCDC (લેપ્રસી દર્દી શોધ અભિયાન)ની પૂર્ણાહુતિ

Leprosy Case Detection Campaign: સુરત શહેરમાં ૨૮ અને જિલ્લામાં ૨૦૬ મળી રક્તપિત્તના કુલ ૨૩૪ અને તાપી જિલ્લામાં ૧૭૭ ચેપી અને બિનચેપી દર્દીઓ શોધી સારવાર શરૂ કરાઇ. સુરત શહેરમાં ૧૯૮, જિલ્લામાં ૨,૮૨૭ મળી કુલ ૩,૦૨૫ અને તાપી જિલ્લામાં ૨,૬૫૮ જેટલા શંકાસ્પદ રક્તપિત્તના દર્દીઓ

 News Continuous Bureau | Mumbai

Leprosy Case Detection Campaign:  સમાજમાંથી વર્ષ ૨૦૨૭ સુધીમા રક્તપિત્ત ( Leprosy ) નાબુદ કરવાના ‘રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન અભિયાન’ અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર સુરત ( Surat Health Department ) અને તાપી જિલ્લામાં ‘લેપ્રેસી કેસ ડિટેકશન કેમ્પેઈન’ યોજાયું હતું. જેમાં તા.૧૦ જુનથી ૪ જુલાઇ સુધી બંને જિલ્લાના દરેક ગામોમાં આશાવર્કર અને પુરૂષ સ્વયંસેવકો દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ કરી ઘરના તમામ સભ્યોની તપાસ કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં કુલ ૨,૮૨૭, સુરત કોર્પોરેશનમા ૧૯૮ સહિત કુલ ૩૦૨૫ અને તાપી જિલ્લામાં કુલ ૨૬૫૮ જેટલા શંકાસ્પદ દર્દી ( Leprosy patient ) મળી આવ્યા હતા.  

Join Our WhatsApp Community

             આ અભિયાન ( National Leprosy Eradication Campaign ) અંતર્ગત સુરત જિલ્લામાં એક પુરૂષ સ્વયંસેવક અને એક આશાવર્કરને સમાવતી કુલ ૧૨૪૫, SMCમાં ૪૭૪ અને તાપી જિલ્લામાં કુલ ૮૦૦ જેટલી ટીમ બનાવાઈ હતી. આ ટીમોએ સર્વે કરી રક્તપિત્તના લક્ષણો ( Leprosy symptoms ) ધરાવતા દર્દીઓ શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લામાંથી રક્તપિતના ૨૦૬ (૮૩ ચેપી અને ૧૨૩ બીન ચેપી) , સુરત કોર્પોરેશનમાથી ૨૮(૨૫ ચેપી અને ૩ બીન ચેપી) અને તાપી જિલ્લામાંથી ૧૭૭ (૭૩ ચેપી અને ૧૦૪ બીન ચેપી)  નવા દર્દીઓ શોધી તેઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ દર્દીઓમાં સુરત જિલ્લાના કુલ ૨૬ અને તાપીના ૧૬ બાળદર્દીઓ પણ સામેલ છે. 

Completion of LCDC (Leprosy Case Detection Campaign) under 'National Leprosy Eradication' Program in Surat and Tapi districts

Completion of LCDC (Leprosy Case Detection Campaign) under ‘National Leprosy Eradication’ Program in Surat and Tapi districts

આ સમાચાર પણ વાંચો  : Mukhyamantri Tirth Darshan Yojana: મહારાષ્ટ્રના વરિષ્ઠ નાગરિક માટે હવે મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજનાની જાહેરાત; આટલા હજારની ગ્રાન્ટ મળશે…જાણો શું છે પાત્રતાના માપદંડ…

             સુરત જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડો.જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે હાલ સુરત અને તાપીમાંથી આઇડેન્ટિફાય થયેલા રક્તપિત્તના દરેક દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ રોગ સંપૂર્ણપણે મટી શકે છે, પરંતુ એ માટે નિયમિત સારવાર લેવી જરૂરી છે. રક્તપિત્તના ચેપી રોગમાં એક વર્ષ અને બિનચેપીમાં ૬ માસની સારવાર જરૂરી છે એમ જણાવી કુટુંબ, ગામ, તાલુકો, જિલ્લો, રાજ્યને રક્તપિત્તમુક્ત કરવાની દિશામાં રાજ્ય સરકાર અને જિલ્લા આરોગ્ય તંત્રની કટિબદ્ધતા દર્શાવી હતી. 

Completion of LCDC (Leprosy Case Detection Campaign) under ‘National Leprosy Eradication’ Program in Surat and Tapi districts

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version