News Continuous Bureau | Mumbai
Surat: અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ( Vanita Vishram ) ખાતે તા.૧૬થી ૨૫ ડિસેમ્બર સુધી ‘GI મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ ( GI Fair and ODOP Handicrafts-2023 ) પ્રદર્શન સહ વેચાણ મેળો યોજાશે. મેળાના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેકસટાઇલ રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન જરદોશ ( darshana jardosh ) , ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત ( Balwant Singh Rajput ) , ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ તેમજ DPIIT-ન્યુ દિલ્હીના ( DPIIT-New Delhi ) સંયુક્ત ઉપક્રમે યોજાનારા ૧૦ દિવસીય જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન( GI ) હસ્તકલા મહોત્સવ અને ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ)-૨૦૨૩ કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યોના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉદ્યોગના GI ટેગ ધરાવતા ૩૦૦ થી ૩૫૦ જેટલા કારીગર/સંસ્થાઓ ભાગ લેશે.
આ સમાચાર પણ વાંચો : Surat: વિશ્વના હીરા ઉદ્યોગને સુરત ડાયમંડ બુર્સના રૂપમાં નવલું નજરાણું મળશે: ગુજરાતનું સુરત વિશ્વ ફલક પર ઝળહળશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. જેનો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવિકામાં વૃદ્ધિ કરી વિવિધ રાજ્યોના ભવ્ય, ભાતિગળ અને વૈવિધ્યપુર્ણ કલાવારસાને જીવંત રાખી શકાય.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
