News Continuous Bureau | Mumbai

Devghat Eco Tourism : આસ્થા અને પ્રકૃતિનું સંગમ “દેવઘાટ”, ચોમાસાની ઋતુમાં પ્રકૃતિનું સાંનિધ્ય માણવા માટે ઉમટી પડતા પર્યટકો..

Devghat Eco Tourism : ઇકો-ટુરિઝમ સેન્ટર, ધોધ, ડુંગરો અને વનરાજી પર્યટકો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર . આદિવાસી સમાજના આરાધ્ય યાહામોગી મોગીમાતા, વિન્યા દેવ અને રાજા પાન્તુનું સ્થાનક આદિવાસી સમાજનું આસ્થાકેન્દ્ર

News Continuous Bureau | Mumbai 

Devghat Eco Tourism : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલું આસ્થા અને પ્રકૃતિના સંગમ સમું ઇકો ટુરિઝમ, ધોધ, ડુંગરો અને વનરાજીની વચ્ચે પ્રકૃતિનું સાંનિધ્ય માણવા માટે પર્યટકોના ( tourists ) ધાડે ધાડા ઉમટી પડે છે. એક તરફ પ્રકૃતિ અને બીજી તરફ આદિવાસી સમાજના આરાધ્ય દેવી દેવતા યાહામોગી માતા, વિન્યા દેવ અને રાજા પાન્તુનું સ્થાનક આદિવાસી સમાજના લોકો માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. 

Join Our WhatsApp Channel

ઉમરપાડા ( Umarpada ) તાલુકાથી પંદર વીસ કિલોમીટરની દુરી પર સાતપુડાની રમણીય ગીરીમાળામાં આવેલું દેવઘાટ ( Devghat  ) ધામના દર્શન અને પ્રકૃતિની રમણિયતાને માણવા માટે દુર દુરથી પર્યટકો ઉમટી પડે છે. દેવઘાટ નદી પરથી પડતો ધોધ પર્યટકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો  છે. જયારે ઉંચા ઉંચા ડુંગરો અને લીલીછમ વનરાજી પ્રકૃતિના ખોળે રમવા માટે આહવાન કરે છે એમ કહીએ તો ખોટું નથી. 

Devghat Eco Tourism Confluence of faith and nature “Devghat”, tourists throng to enjoy the closeness of nature during the monsoon season.

Devghat Eco Tourism Confluence of faith and nature “Devghat”, tourists throng to enjoy the closeness of nature during the monsoon season.

આમ તો દરરોજ અહીં પર્યટકોનો ખાસ્સો ધસારો રહેતો હોય છે પરંતુ શનિ અને રવિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ અહીં ઉમટી પડે છે. ઝરમર ઝરમર વરસતા વરસાદમાં પર્યટકો અહીં દેવધાટ ધામના ( Devghat Dham ) દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાથો સાથ પ્રકૃતિએ વેરેલા સૌંદર્યનું રસપાન કરી પ્રકૃતિ સાથે એકાત્મતાનો અનુભવ કરે છે. 

રાત્રિરોકાણ કરવા માંગતા પર્યટકો માટે વન વિભાગ દ્વારા પરિસરીય ઇકો-ટુરિઝમ સેન્ટર ( Eco-Tourism Centre ) ખાતે રહેવા જમવાની સંદર સગવડ ઉભી કરવામાં આવી છે. અહીં રોકાણ કરવા માંગતા પર્યટકોએ https://devghatecotourism.in/ વેબસાઇડ પર ઓનલાઇન બુંકિંગ કરવું ફરજીયાત છે. આ ઇકો ટુરિઝમ સેન્ટરનું સંચાલન દિવતણ ગ્રામ પ્રવાસન સમિતિ દ્વારા કરવામાં આવે છે. 

Devghat Eco Tourism Confluence of faith and nature “Devghat”, tourists throng to enjoy the closeness of nature during the monsoon season.

આ સમાચાર પણ વાંચો : City Civic Center: સુવિધાઓનું ‘One Stop Solution’ એટલે સિટી સિવિક સેન્ટર, બારડોલી નગરપાલિકાની જૂની ઓફીસ બિલ્ડિંગ ખાતે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરતા સાંસદ પ્રભુભાઈ વસાવા

વડીલો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર દેવઘાટ ધામનું મુળ નામ “દેવકાંટ” છે. દેવકાંટ પરથી દેવઘાટ નામ પડયું હોવાનું જણાવે છે. આ સ્થળ યાહામોગી માતા, કાલિકા માતા, વિન્યા દેવ અને રાજા પાન્તુનું મુળ સ્થાનક હોવાનું પણ અહીંના લોકો માને છે. આ ઉપરાંત અહીં અહીં બજરંગ બલી અને ભગવાન ભોલેનાથ પણ બિરાજમાન છે. 

Devghat Eco Tourism Confluence of faith and nature “Devghat”, tourists throng to enjoy the closeness of nature during the monsoon season.

ઇકો-ટુરિઝમ સમિતિના પ્રમુખ અને દિવતણ ગામના રમેશભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, અહીં આવતા પર્યટકો યાહામોગી માતાના દર્શન કરી જે પણ મનોકામના ધરાવતા હોય એ અવશ્ય પુરી થતી હોવાનું કહી તેમણે મહાશિવરાત્રી અને મકરસંક્રાંતિના પર્વ પર અહીં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડે છે એમ વધુમાં ઉમેર્યું હતું. 

ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ થતો હોય ત્યારે નદીમાં સ્નાન કરવું તેમજ ધોધ પાસે જઇ સેલ્ફી લેવી, રિલ્સ બનાવવી, ફોટોગ્રાફી કરવી જોખમી સાબિત થઇ શકે છે. જેથી પર્યટકોએ અહીં તૈનાત પોલીસકર્મીઓની સુચનાનું પાલન કરવું તેમજ સહયોગ આપવો જરૂરી છે. 

Devghat Eco Tourism Confluence of faith and nature “Devghat”, tourists throng to enjoy the closeness of nature during the monsoon season.

શહેરની ભીડભાળથી દુર પ્રકૃતિની ગોદમાં શાંતિનો અનુભવ કરવા માંગતા પ્રકૃતિપ્રેમીઓ માટે દેવઘાટ એક ઉત્તમ વિકએન્ડ ડેસ્ટીનેશન છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Train Ticket booking Tips ટ્રેનમાં જોઈએ મનપસંદ સીટ? ટિકિટ બુક કરતી વખતે આ ૪ સિક્રેટ સેટિંગ્સ બદલો, મુસાફરી થશે આરામદાયક
Amarnath Yatra 2026। બાબા બરફાનીના દર્શન હવે વધુ કઠિન! સતત બીજા વર્ષે હેલિકોપ્ટર બંધ, ચારધામમાં તૂટ્યા ભીડના તમામ રેકોર્ડ
Agra Bedai Aloo Sabzi| આગ્રાની ગલીઓનો અસલી સ્વાદ! તાજમહેલ જેટલો જ પ્રખ્યાત છે અહીંનો આ ખાસ નાસ્તો, મુઘલ કાળ સાથે જોડાયેલા છે તાર
Goa: ગોવા ન્યૂ યર સ્પેશિયલ: બોલિવૂડ સ્ટાર્સ અને લાખો પ્રવાસીઓથી છલકાયા બીચ; સેના જેવી સુરક્ષા વચ્ચે થશે વર્ષ ૨૦૨૬નું સ્વાગત.
Exit mobile version