Majura Gate ITI: મજુરાગેટ આઈટીઆઈના તાલીમાર્થી ધારિત જસાણીએ સમગ્ર ભારતમાં લેવાતી ‘India Skills-2024’ સ્પર્ધામાં રિન્યુએબલ એનર્જી સ્કીલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

Majura Gate ITI: આઈ.ટી.આઈ.વિભાગ, જિલ્લા, રાજ્યકક્ષાએ ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓ ભારત લેવલે પરીક્ષા આપે છે

News Continuous Bureau | Mumbai

Majura Gate ITI: ભારતના યુવાઓની કલ્પનાશક્તિ તથા દક્ષતામાં વધારો થાય તેમજ યુવાઓને કૌશલ્ય ક્ષેત્રે નવી ઉડાન મળે એવા આશયથી દર બે વર્ષે ઇન્ડિયા લેવલે India Skills સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ ‘India skills-૨૦૨૪’ ( India skills-2024 ) સ્પર્ધામાં મજુરાગેટ આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા સોલાર ટેકનિશીયન ટ્રેડના તાલીમાર્થી ધારિત જસાણીએ ( Dharit Jasani ) સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર શ્રી જી.કે.જરીવાલાના માર્ગદર્શન હેઠળ  રિન્યુએબલ એનર્જી સ્કીલ સ્પર્ધામાં ભાગ લઈ સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવી સુરત સહિત સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. 

Join Our WhatsApp Community
Dharit Jasani, a trainee of Majura Gate ITI, bagged a bronze medal in the Renewable Energy Skill Competition at the all-India 'India Skills-2024' competition

Dharit Jasani, a trainee of Majura Gate ITI, bagged a bronze medal in the Renewable Energy Skill Competition at the all-India ‘India Skills-2024’ competition

                    કારપેન્ટર, બ્યુટીપાર્લર, જ્વેલરી ડિઝાઈન, ઈલેકટ્રીશીયન, સોલાર, ઓટો મોબાઈલ, મેન્યુફેકચરીંગ જેવી જુદી જુદી ૨૨ પ્રકારની કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાય છે. જેમાં પ્રથમ આઈ.ટી.આઇ. લેવલે સ્ક્રિનીંગ ટેસ્ટમાં ઉત્તીર્ણ થયા બાદ, જિલ્લાકક્ષાએ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ રાજ્યકક્ષાને અને રાજ્યકક્ષાએ નંબર મેળવનારા વિદ્યાર્થીઓ ‘ઈન્ડિયા સ્કીલ-૨૦૨૪’માં ભાગ લે છે. આમ સોલાર ટેકનિશીયન ટ્રેડની ( Solar Technician Trade ) કેટેગરીમાં સમગ્ર ભારતમાં ધારિત જસાણીએ ત્રીજો ક્રમ મેળવીને બ્રોન્ઝ મેડલ ( Bronze medal ) પ્રાપ્ત કર્યો હોવાનું ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Dharit Jasani, a trainee of Majura Gate ITI, bagged a bronze medal in the Renewable Energy Skill Competition at the all-India ‘India Skills-2024’ competition

આ સમાચાર પણ વાંચો :  Surat: શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના આયોજન અર્થે સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version