Site icon News Continuous Bureau | Mumbai

Surat: ડાયમંડ સિટી સુરતનું રાજ્ય અને દેશના અર્થતંત્રને ધબકતું રાખવામાં આગવું યોગદાન

Surat: મુખ્યત્વે ડાયમંડ સિટી અને સિલ્ક સિટીની ઓળખ ધરાવતા સુરતમાં વિશ્વના ૧૦ માંથી ૮ હીરાનું કટિંગ અને પોલિશીંગ થાય છે. માત્ર સુરતમાં જ વિશ્વની ૪૨ ટકા અને દેશની ૭૦ ટકા રફ ડાયમંડ કટિંગ અને પોલિશીંગ થાય છે. દેશની ડાયમંડ નિકાસમાં સુરતનો ફાળો ૪૦ ટકા છે. ઉપરાંત, દેશના કુલ મેન મેડ ફાઈબરમાં સુરતનો હિસ્સો ૧૮ ટકા અને કાપડ ઉત્પાદનમાં ૧૨ ટકા હિસ્સો છે.

Diamond City Surat's outstanding contribution in keeping the economy of the state and the country vibrant

Diamond City Surat's outstanding contribution in keeping the economy of the state and the country vibrant

News Continuous Bureau | Mumbai

Surat: SDB બનશે ડાયંમડના ( diamonds ) આંતરરાષ્ટ્રીય વેપારનું ( international trade ) કેન્દ્રબિંદુ: અહીં વ્યાપારીઓને મળશે બહુઆયામી ( facilities ) સુવિધાઓ.

Join Our WhatsApp Channel

ડાયમંડ બુર્સ ( diamond bourse ) વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેક્ટેડ બિલ્ડીંગ છે, જેની ૪૫૦૦થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. ૬૫ લાખ ચોરસ ફૂટમાં બાંધકામ ધરાવતા બુર્સમાં વિશાળ એન્ટ્રી ગેટ અને રિસેપ્શન, સિક્યુરિટી સર્વેલન્સ અને કંટ્રોલ રૂમ, ટ્રેડિંગ હોલ, સેલ્ફ ડિપોઝીટ વોલ્ટ, મ્યુઝિયમ, ફુડ ઝોન, બેન્ક, કસ્ટમ ઓફિસ, એમ્ફી થિયેટર, મની ટ્રાન્સફર ડેસ્ક, ટ્રાવેલ ડેસ્ક, રિટેલ ઝોન, ભારતનું સૌથી મોટું ઓક્શન હાઉસ, સિક્યોરિટી કંન્ટ્રોલ રૂમ, ડાયમંડ કલબ જેવી બહુઆયામી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ૩૦૦ સ્કવેર ફુટથી ૧,૦૦,૦૦૦ સ્કવેર ફુટ સુધીની અલગ અલગ સાઈઝની ઓફિસો નિર્માણ પામી છે. બુર્સમાં કુલ ૯ ટાવર + ગ્રાઉન્ડ + ૧૫ માળ + ૨ બેઝમેન્ટ છે. બુર્સના વિશાળ કેમ્પસમાં ૧૧,૦૦૦ ટુ-વ્હીલ અને ૫,૧૦૦ ફોર-વ્હીલ પાર્કીંગની સુવિધા છે. પોલિશ્ડ અને રફ ડાયમંડ ઓક્શન માટે ઓક્શન હાઉસની સુવિધા, ઈઝરાયેલની C4i ટેકનોલોજીયુક્ત, સેન્ટ્રલ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરથી સંચાલિત અને ૪૦૦૦ થી વધારે સી.સી.ટી.વી. કેમેરા સાથેની હાઈટેક એડવાન્સ સિકયુરીટી સિસ્ટમ દ્વારા આ બિલ્ડીંગમાં અભેદ્ય સુરક્ષાકવચ ઉભું કરાયું છે. 

આ સમાચાર પણ વાંચો : Surat Diamond Burse: પ્રધાનમંત્રીએ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version