Site icon

TB Mukt Bharat TB Mukt Gujarat: સુરતમાં યોજાયો ‘ટી.બી.મુક્ત ગુજરાત-ટી.બી.મુક્ત ભારત’ કાર્યક્રમ, રાજ્યમંત્રી મુકેશ પટેલે TBના દર્દીઓને કર્યું આ કીટનું વિતરણ.

TB Mukt Bharat TB Mukt Gujarat: અડાજણ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ટીબીના ૩૦૦થી વધુ દર્દીઓને પોષણ કીટનું વિતરણ. ટી.બી. ગંભીર રોગ નથી: યોગ્ય કાળજી રાખવાથી રાજ્ય અને દેશને નિશ્ચિતપણે ટી.બી.મુક્ત કરી શકાશે. આગામી બે વર્ષમાં સામૂહિક લડાઈથી સુરતને ટી.બી.મુક્ત બનાવીશું મંત્રી મુકેશભાઈ પટેલ. AM/NS કંપનીના સહયોગથી આર.કે. એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા આયોજિત ‘ટી.બી.મુક્ત ગુજરાત-ટી.બી.મુક્ત ભારત’ કાર્યક્રમ યોજાયો

Distribution of nutritional kits to more than 300 TB patients by Minister of State for Forest, Environment Mukeshbhai Patel at Adajan

Distribution of nutritional kits to more than 300 TB patients by Minister of State for Forest, Environment Mukeshbhai Patel at Adajan

News Continuous Bureau | Mumbai

TB Mukt Bharat TB Mukt Gujarat: વન, પર્યાવરણ રાજ્યમંત્રી  મુકેશ પટેલની ઉપસ્થિતિમાં અડાજણ પરર્ફોર્મીંગ આર્ટ સેન્ટર ખાતે AMNS કંપનીના સહયોગથી આર.કે. એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા આયોજિત ટી.બી.મુક્ત ગુજરાત-ટી.બી. મુક્ત ભારત કાર્યક્રમમાં ૩૦૦થી વધુ ટી.બી.દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું હતું.   

Join Our WhatsApp Community

             આ પ્રસંગે વનમંત્રી મુકેશભાઈ પટેલે ( Mukesh Patel ) જણાવ્યું હતું કે,વિશ્વ આરોગ્ય સંસ્થા-WHO એ વર્ષ ૨૦૨૩૦ સુધીમાં ટી.બી. નાબૂદીનો નિશ્ચય કર્યો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાંથી ૨૦૨૫ સુધીમાં સંપૂર્ણ ભારતને ટી.બી. મુક્ત ( TB Mukt Bharat ) કરવાનું આહવાન કર્યું છે.

               વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, સરકાર દ્વારા ટીબીના દર્દીઓને ( TB patients ) વિનામૂલ્યે ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ, નિયમિત લેબોરેટરીની સુવિધા પૂરી પાડે છે. દર્દીઓને નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને રૂ. ૫૦૦ ની સહાયને વધારીને ગત વર્ષે રૂ.૧૦૦૦ કરી છે, જે બેંક ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે. 

            જેમ પોલિયોમુક્ત ભારત બનાવવામાં સફળતા મળી છે તેમ સરકાર, સામાજિક સંસ્થાઓના પ્રયાસોથી ટીબીને દેશવટો આપીશું એમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સુરત, ગુજરાત અને દેશમાંથી ટીબીને સંપૂર્ણ નાબૂદ કરવાના રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રણ સાથે સૌ દર્દીઓ સમયસર દવા લેવા અને પૂરતી કાળજી રાખે તે જરૂરી છે. ટીબીના દર્દીઓને ( TB Mukt Bharat TB Mukt Gujarat ) પોષણક્ષમ ખોરાક મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ અને એનજીઓ ( Rk HIV AIDS Research & Care Centre ) સાથે સમાજ સેવકો અને દાતાઓના સહયોગથી દર્દીઓને પોષણ આહારની કીટ (ન્યુટ્રીશન કીટ) પૂરી પાડવામાં આવી રહી છે એમ જણાવી આવનાર બે વર્ષમાં ટી.બી. સામે સામૂહિક લડાઈથી ચોક્કસપણે ટી.બી. મુક્ત સુરત બનાવવામાં સફળતાં મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

 તેમણે ઉપસ્થિત સૌને સેવા સેતુ કાર્યક્રમમાં ઘરઆંગણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અનુરોધ કર્યો હતો.

AMNS-હજીરા કંપનીના કોર્પોરેટ અફેર્સ વિભાગના હેડ ડો. અનિલ મટ્ટુએ જણાવ્યું હતું કે, AMNS કંપનીના સહયોગથી સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર શરૂ કર્યું છે. જેમાં યુવા-યુવતીઓને તાલીમ આપી કુશળ બનાવી રોજગારી આપવાનું કાર્ય કરી રહ્યા છીએ. આ સાથે કંપની સ્પોર્ટ્સ, એજ્યુકેશન, આરોગ્યની સાથે સાથે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’, પર્યાવરણની જાળવણીની કામગીરી પર વિશેષ ધ્યાન આપીને સમાજસેવાનું કાર્ય કરી રહી છે. સુરત ( Surat ) એ ડાયમંડ સિટી, સિલ્ક સિટી તરીકે જગવિખ્યાત છે, ત્યારે આગામી સમયમાં સુરતના હજીરા સ્થિત AM/NS યુનિટ વિશ્વનું સૌથી વધુ ૨૪ મિલિયન ટનનું સ્ટીલ ઉત્પાદન કરતું યુનિટ બનશે. 

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad Shopping Festival: અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રજિસ્ટ્રેશન કરીને જીતી શકો છો સરપ્રાઇઝ ગિફ્ટ, તો આજે જ કરો રજિસ્ટ્રેશન! જાણો શું છે પ્રક્રિયા?

                  આર. કે. ટ્રસ્ટના ચેરમેન ડો. ધર્મેન્દ્રભાઈએ કહ્યું હતું કે, છેલ્લાં ૩૦ વર્ષમાં સંસ્થા એ ૨૯,૦૦૦થી વધું આરોગ્યલક્ષી કેમ્પ યોજ્યા છે. સંસ્થાએ સૌથી વધુ કેમ્પ યોજી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૧.૭૦ લાખથી વધુ ટી.બી.ના દર્દીઓની તપાસ કરીને ટી. બી.મુક્ત ભારતના વડાપ્રધાનના વિઝનને કેન્દ્રમાં રાખીને ટી.બી. મુક્ત સુરત બનાવવનું લક્ષ્ય છે. 

               આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણી, ડી.જી.ડી.સી.ના સ્પેશિયલ ઈકોનોમિક ઝોન-૧ના અજય શર્મા, દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા, આરોગ્ય સમિતિ ચેરમેન મનિષા આહિર, સિટી ટી.બી.ઓફિસર ડો.ભાવિન પટેલ, મેડિકલ ટીમ, આરોગ્ય વિભાગના સ્ટાફ સહિત દર્દીઓ- સગર્ભા બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version