Site icon

National Lok Adalat: જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત આ તારીખે યોજશે રાષ્ટ્રીય લોકઅદાલત, સમાધાનથી ટાર્ગેટેડ કેસોનું કરાશે નિરાકરણ.

National Lok Adalat: જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા તા.૨૬મી ઓક્ટોબરે રાષ્ટ્રીય લોકઅદાલત યોજાશે. સમાધાનથી ટાર્ગેટેડ કેસોનું નિરાકરણ કરાશે: પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો

District Legal Authority-Surat will hold National Lok Adalat on this date, the targeted cases will be resolved through conciliation.

District Legal Authority-Surat will hold National Lok Adalat on this date, the targeted cases will be resolved through conciliation.

 News Continuous Bureau | Mumbai 

National Lok Adalat: સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં આગામી તા.૨૬/૧૦/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. 

Join Our WhatsApp Community

                  સુરત ( Surat ) જિલ્લામાં પેન્ડીંગ જુના સમાધાન લાયક કેસોનું લોક અદાલતના માધ્યમથી નિકાલ કરી શકાય એવા કેસો જેવા કે મોટર એક્સીડન્ટ ક્લેઈમ પીટીશન (ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં), વૈવાહિક તકરારોના (છુટાછેડા સિવાયના) ફેમિલી કોર્ટના કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-૧૩૮ (ચેક બાઉન્સ) જેવા ટાર્ગેટેડ કેસો માટે પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો ( Court Cases ) સંપર્ક કરવો. 

           ઉપરાંત, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-સુરત ( District Legal Authority Surat ) કચેરી દ્વારા આવા કેસોના સુખદ નિરાકરણ માટે બેચનું ગઠન કરાયું છે. જે બેચ વિશેષ લોકઅદાલતના માધ્યમથી ટાર્ગેટેડ કેસોના સમાધાનથી નિકાલ કરશે. પક્ષકારો તથા તેમના વકીલોએ વિશેષ લોક અદાલતમાં ટાર્ગેટેડ કેસોના CONCILIATION માટે તથા તેની વધુ માહિતી માટે સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો. રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં કેસનો ફેસલો થશે. જેથી સમાધાનના માધ્યમથી કેસોનો સુખદ અંત લાવવા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તથા જિલ્લા કાનુની સેવા સત્તામંડળ-સુરતના ચેરમેન શ્રી આર.ટી. વચ્છાણીએ અપીલ કરી છે તેમ જિ.કા. સેવા સત્તામંડળના સચિવ સી.આર.મોદીની યાદીમાં જણાવાયુ છે.

આ સમાચાર પણ વાંચો :  Best Tourism Villages Competition 2024: પર્યટન મંત્રાલયે કરી ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજીસ કોમ્પિટિશન – 2024’ના વિજેતાઓની જાહેરાત, વિજેતા ગામોમાં ગુજરાતનું આ ગામ પણ સામેલ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version