Mandvi : માંડવી હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો સર્વરોગ, સિકલસેલ નિદાન, સારવાર અને અવેરનેસ કાર્યક્રમ યોજાયો

Mandvi : આદિવાસી વિસ્તારોમાં લગ્ન કરતી વખતે સિકલસેલનો ટેસ્ટ કરાવવો જોઈએ. સિકલસેલ ટ્રેઈડ અને સિકલસેલ ડિસિઝ હોય એવા જોડાઓના લગ્ન ન કરાવીએ તો સિકલસેલને રોકી શકાય છે. દવાઓનો સમયસર ઉપયોગ કરવામાં આવે તો સિકલસેલ ક્રાઈસીસથી દર્દીને બચાવી શકાય છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ. ૩૦૦ વિદ્યાર્થીઓનું સિક્લસેલ એનિમીયાનું સ્ક્રીનીંગ કરાયું: “ચાલો અભિગમ બદલીએ…આવો સિકલસેલ એનિમિયાને રોકીએ.”

 News Continuous Bureau | Mumbai

Mandvi : સિક્લસેલ એનિમીયા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ૧૯ જૂને “વિશ્વ સિકલસેલ દિવસ”( World Sickle Cell Day ) ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ ઉપસ્થતિમાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જિલ્લા કક્ષાનો સર્વરોગ અને સિકલસેલ નિદાન, સારવાર અને અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ ૩૦૦ વિદ્યાર્થીઓનું સિક્લસેલ એનિમીયાનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community
District Level Allergy, Sickle Cell Diagnosis, Treatment and Awareness Program held at Mandvi High School

District Level Allergy, Sickle Cell Diagnosis, Treatment and Awareness Program held at Mandvi High School

          આ ( Sickle Cell Anemia Control Program ) પ્રસંગે મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, સિકલસેલ રોગ એ આનુવાંશિક રોગ છે, જે વિશેષત: આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં આદિજાતિ બહુલ વિસ્તારમાં ચૌધરી, વસાવા, ગામીત સહિત અન્ય આદિજાતિ જ્ઞાતિઓમાં આ રોગ જોવા મળે છે. આદિવાસી વિસ્તારોમાં લગ્ન કરતી વખતે સિકલસેલનો ટેસ્ટ ( Sickle cell test ) કરાવવો જોઈએ. સિકલસેલ ટ્રેઈડ અને સિકલસેલ ડિસિઝ ( Sickle cell disease ) હોય એવા જોડાઓના લગ્ન ન કરાવીએ તો સિકલસેલને રોકી શકાય છે. લગ્ન કરતી વખતે કુંડળી ન જોવડાવશું તો ચાલશે, પરંતુ સિક્લસેલ ટેસ્ટ કરાવવો જરૂરી છે, તો આવનારી પેઢી સિક્લસેલ મુક્ત બનશે. સિકલસેલ થયો હોય તો તેનું નિદાન વહેલી તકે કરવું આવશ્યક છે. દવાઓનો સમયસર ઉપયોગ કરવામાં આવે તો સિકલસેલ ક્રાઈસીસથી દર્દીને બચાવી શકાય છે. અગાઉથી જ દવાઓ અને યોગ્ય સારવાર મેળવી આ રોગને કાબૂમાં લઈ શકાય છે.

           વધુમાં તેમણે જણાવ્યું કે, આ રોગની ગંભીરતાને ઘ્યાને લઈ દર્દીના પડતી તકલીફ દુર કરવા અને સિકલસેલ રોગ આગામી પેઢીમાં પ્રસરે નહિ તે હેતુ થી વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે દેશનાં ૧૭ રાજ્યમાં સિકલસેલ એનિમીયા નાબુદી મિશન-૨૦૪૭નો પ્રારંભ ગત વર્ષ ૨૦૨૩માં કરવામાં આવ્યો હતો, જેમાં આપણે સિકલસેલ મુક્ત રાજ્ય બનાવવા માટે યોગદાન આપવાનું છે. 

District Level Allergy, Sickle Cell Diagnosis, Treatment and Awareness Program held at Mandvi High School

આ સમાચાર  પણ વાંચો :   Mumbai rains: મુંબઈમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, હવામાન વિભાગની આ તારીખ સુધી વરસાદની વકી; જારી કર્યું યલો એલર્ટ..

             કાર્યક્રમમાં સિકલસેલ એનિમિયાના નિયંત્રણ માટેની શોર્ટ ફિલ્મનું નિદર્શન કરી લોકોને જાગૃત કરાયા હતા. 

           આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર સોલંકી, જિ.પંચાયત સભ્ય અનિલ ચૌધરી અને બિપીન ચૌધરી, એપિડેમીક મેડિકલ ઓફિસર ડો.કૌશિક મહેતા, તા.પંચાયતના કારોબારી અધ્યક્ષક્ષ કમલેશ ચૌધરી, માંડવી નગરપાલિકાના ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

District Level Allergy, Sickle Cell Diagnosis, Treatment and Awareness Program held at Mandvi High School

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Sakhi One Stop Center: સુરત સખી વન સ્ટોપ સેન્ટરની વધુ એક સફળતા: પરિવારથી નારાજ થઈને સુરત આવી પહોંચેલી ઉત્તરપ્રદેશની કિશોરીનું પરિવાર સાથે પુન:મિલન
Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
Exit mobile version