News Continuous Bureau | Mumbai
Surat: આગામી તા.૩૧/૧૦/૨૦૨૪ના રોજ દિવાળીના તહેવારને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ફટાકડાનો હંગામી ધોરણે વ્યવસાય કરવા ઈચ્છતા અરજદારોને ફટાકડા લાયસન્સ મેળવવા અંગેના વિનામૂલ્યે અરજીફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી તા.૦૫/૧૦/૨૦૨૪ સુધી મેળવી સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત કરવામાં આવેલા પુરાવાઓ સાથે જમા કરવાના રહેશે. જે વેપારી/અરજદારોની અરજીઓ શરતોને આધિન હશે તેઓને પો.કમિશનરની કચેરી ખાતેની લાયસન્સ શાખામાંથી હંગામી ફટાકડા વેચાણ કરવા માટેનું લાયસન્સ ઈશ્યુ કરવામાં આવશે.
Surat: અરજદારે પોલીસ સ્ટેશને અરજી સાથે રજુ કરવાના પુરાવાઓ
અરજદારે ( Fireworks licence ) અરજી ફોર્મ સો પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટાઓ, સુચિત જગ્યાનો લે-આઉટ પ્લાન તથા જગ્યાની માલિકીના પુરાવા, જગ્યા અન્યની હોય તો માલિકનું સંમતિપત્ર, સરકારી જગ્યા હોય તો સંબંધિત અધિકારીનું “ના વાંધા પ્રમાણપત્ર”, હેલ્થ વિભાગની એન.ઓ.સી., ફાયર વિભાગની એન.ઓ.સી. (એપૃવ પ્લાન સાથે), શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર, રૂ. ૫૦૦ ભરેલાનું ચલણ સાથે જોડવાનું રહેશે.
Surat: આ કારણોસાર પરવાના મળી શકશે નહી.-
રહેણાંક અને ગીચ વસ્તીવાળા જાહેર સલામતી તથા ભયરૂપ અકસ્માત થાય તેવા વિસ્તારોમાં પરવાનો મળી શકાશે નહિ. ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી જગ્યાએ પરવાના મળી શકાશે નહિ. ફાયર સેફ્ટીના ( Diwali Fireworks ) તમામ સામગ્રી ઉપલબ્ધ ન હોય તઓ પરવાના આપી શકાશે નહિ., ૨૦૦ કે.જી. ક્રેકર્સ અને ૨૫ કે.જી. ફાયર વર્ક્સ એમ કુલ-૨૨૫ કે.જી. થી વધુ જથ્થા માટે પરવાના આપી શકાશે નહિ., ત્રણ મીટરના ક્ષેત્રમાં બે સ્ટોલ હોય તો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓને મળી શકશે નહી. આજુબાજુ હાયટેન્શન લાઇન, ઇલેકટ્રીક ડી.પી., ઇલેક્ટ્રીકલ સબ સ્ટેશન ન હોવું જોઇએ. ૧૦૦ મીટરના વિસ્તારમાં ટી-સ્ટોલ, હોટલ, રેસ્ટોરન્ટ કે ખાણીપીણીના સ્ટોલ ન હોવા જોઇએ. સરકારના પ્રવર્તમાન નીતિ નિયમોનો ભંગ થતો હોય તો પરવાના આપી શકાશે નહિ.
આ સમાચાર પણ વાંચો : PM Modi Volodymyr Zelenskyy: છેલ્લાં ત્રણ મહિનામાં PM મોદીની યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ત્રીજી મુલાકાત, જાણો શું થઈ ચર્ચા??
જે જગ્યાએ હંગામી ફટાકડા લાયસન્સ ( Fireworks Sale ) મેળવવા માંગતા હોય તે જગ્યાના સંબંધિત પો.સ્ટે.ના પો.ઈ.શ્રી અને ટ્રાફિક શાખાનો અભિપ્રાય મેળવવાનો રહેશે. તેમજ સુચિત જગ્યાના લે-આઉટ પ્લાન પર પો.સ્ટે. અને ટ્રાફિક શાખાની સહી સિક્કા કરાવવાના રહેશે. જેની નોંધ લેવા નાયબ પોલીસ ( Surat Police ) કમિશનર(વિશેષ શાખા)ની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
