Site icon

Surat Child Adoption: દિવાળી પહેલા ત્રણ પરિવારોમાં દિવાળી! સુરતમાં અનાથ બાળાશ્રમના ચાર બાળકોને આ શહેરોના પરિવારોએ લીધા દત્તક.

Surat Child Adoption: વડોદરા, જામનગર અને મહારાષ્ટ્રના ત્રણ પરિવારોને ચાર અનાથ બાળકોને દત્તક પૂર્વેના ઉછેર માટે સોંપતા જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી. કતારગામ અનાથ બાળાશ્રમમાં આશ્રય હેઠળ રહેલા ૪ બાળકોમાં બે સગાભાઈઓને વડોદરા, એક બાળકને જામનગર અને એક બાળકને મહારાષ્ટ્રના કલ્યાણના દંપતિને એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ મુજબ સોંપાયા

Diwali in three families before Diwali! Four children from an orphanage in Surat were adopted by families from these cities.

Diwali in three families before Diwali! Four children from an orphanage in Surat were adopted by families from these cities.

News Continuous Bureau | Mumbai

Surat Child Adoption: વડોદરા, જામનગર અને મહારાષ્ટ્રના ત્રણ પરિવારોને સ્પેશ્યલ એડોપ્શન એજન્સી-સુરતના માધ્યમથી સુરતના ચાર અનાથ બાળકોને દત્તક પૂર્વેના ઉછેર માટે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના હસ્તે સોંપવામાં આવ્યા હતા. દિવાળી પહેલા જ આ ત્રણ પરિવારોમાં દિવાળીની ઉજવણીનો માહોલ સર્જાયો છે. 

Join Our WhatsApp Community

     કતારગામ અનાથ બાળાશ્રમ ( orphanage ) – વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં આશ્રય મેળવી રહેલા ૪ બાળકોમાં બે ૬ અને ૪ વર્ષના સગા ભાઈઓ છે. આ બે બાળબંધુઓને વડોદરાના દંપતિને, એક ૪ વર્ષના બાળકને જામનગરના દંપતિ, અને એક અઢી વર્ષના બાળકને મહારાષ્ટ્ર રાજ્યના કલ્યાણના દંપતિને એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ ના નિયમો મુજબ દત્તક ( Child Adoption ) પૂર્વના ઉછેર માટે સોંપવામાં આવ્યા હતા. સુરત ( Surat ) કલેક્ટર કચેરી ખાતે આ પરિવારોમાં દિવાળી પહેલા જ દિવાળીની ઊજવણી થઈ રહી હોય એવા ઉમંગભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

આ સમાચાર પણ વાંચો : Surat Universal Foundation: સુરતના આ ફાઉન્ડેશનની અનોખી પહેલ, નવરાત્રિમાં માતાજીની આરાધનાના પ્રતિક ગરબાને બનાવ્યો ‘પંખીનો આશરો’..

            કલેક્ટરશ્રીએ ( Dr. Saurabh Pardhi ) દત્તક ઈચ્છુક દંપતિઓને બાળકોના ( Surat Child Adoption ) ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમાજ સુરક્ષા અધિકારીશ્રી  જિજ્ઞેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાળ સુરક્ષા અધિકારીશ્રી વિજય પરમાર અને કચેરીની ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version