Site icon News Continuous Bureau | Mumbai

E-Auction: સુરત આરટીઓ દ્વારા M/Cycleના ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ05TEનું ઈ-ઓક્શન થશે

E-Auction: તા.૨૬થી ૨૮ જૂન ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

E-Auction of MCycle Golden and Silver numbers series GJ05TE to conduct by Surat RTO

E-Auction of MCycle Golden and Silver numbers series GJ05TE to conduct by Surat RTO

News Continuous Bureau | Mumbai

E-Auction: સુરતના પાલ સ્થિત આરટીઓ ( Surat RTO ) દ્વારા M/Cycle સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ05TEનું ઓનલાઈન ઓક્શન શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા. ૨૬થી ૨૮ જૂન ૨૦૨૪ સુધી અને હરાજી તા.૨૮થી ૩૦ જૂન ૨૦૨૪ દરમિયાન કરવામાં આવશે. 

Join Our WhatsApp Channel

                 પસંદગીનો નંબર ( Number Plate ) મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન ( Vehicle registration ) કરાવી http:/ parivahan.gov.in/fancy  પર નોંધણી, યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે. 

          આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.   

આ સમાચાર  પણ વાંચો : Surat RTO: સુરત આરટીઓ દ્વારા LMV(મોટર કાર) સીરીઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રિ-ઓક્શન થશે          

           અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI  E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ ઈ.ચા. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Surat Scheduled Caste Welfare Scheme સુરત જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની સહાય સુનિશ્ચિત
Kevdi Dam Alert Stage Surat વરસાદી પાણીની હેલી, માંડવીનો કેવડી ડેમ છલોછલ થવાની અણી પર, નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ
Exit mobile version