News Continuous Bureau | Mumbai
Surat : સુરત શહેરના ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ખાતે મજુરા વિધાનસભા વિસ્તારના મતદાન મથકે ( Voting Center ) મત આપવા પહોંચેલા ૯૨ વર્ષીય શાંતારામ નંદવાણીએ ( Shantaram Nandwani ) મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. તેમણે જણાવ્યું કે, હું દરેક ચુંટણીમાં મતદાન કરીને મારી ફરજ અદા કરૂ છું.
તેમણે કહ્યું કે, મને ચાલવામાં તકલીફ તથા શ્વાસની તકલીફ છે, ત્યારે જિલ્લા ચૂંટણી ( Lok Sabha Elections ) તંત્ર દ્વારા અશક્ત, વૃદ્ધ, દિવ્યાંગ મતદારો માટે કરેલી ઉમદા વ્યવસ્થા ઉપકારક બની છે. અમે સરળતાથી મતદાન કર્યું અને લોકશાહીની ફરજ બજાવી એનો મને ગર્વ છે. લોકશાહીના આ અવસરમાં મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે. દેશનો પ્રત્યેક મતદાર ( Voters ) પોતાનો કિંમતી મત આપે એ દેશહિત માટે જરૂરી છે
આ સમાચાર પણ વાંચો : Surat: પ્રથમ વખત મતદાન કરવા માટે ફરવા જવાનું ડીલે કર્યું: ફર્સ્ટ ટાઈમ વૉટર કેના પટેલ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
