Voting : યુવાનોને શરમાવે તેવો વડીલોનો ઉત્સાહ: કામરેજ તાલુકાના જોખા ગામના ૧૦૩ વર્ષની વયના વયોવૃદ્ધ મોહનભાઈ પટેલે મતદાન કર્યું

Voting : ખેતીકામ તેમજ શુદ્ધ, સુપાચ્ય અને સાત્વિક આહારથી મોહનભાઈ હજુ પણ સ્વસ્થ

News Continuous Bureau | Mumbai

Voting :  સુરત જિલ્લાના કામરેજ ( Kamrej ) તાલુકાના જોખા ગામના ૧૦૩ વર્ષની વયના વયોવૃદ્ધ મોહનભાઈ પટેલે ( Mohanbhai Patel ) યુવાનોને શરમાવે તેવા ઉત્સાહથી લોકસભા ચૂંટણીમાં મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી, અને અન્ય મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. તેમણે ઘરેબેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા મળતી હોવા છતાં તા.૭મી એ મતદાન મથક ( Voting Center ) પર જ મતદાન ( Lok Sabha Elections ) કરવાનો આગ્રહ રાખ્યો હતો. પરિવાર સાથે નિવૃત્ત જીવન વિતાવતા મોહનભાઈને પૌત્ર નિલેશભાઇ મતદાન કરવા માટે બુથ પર વ્હીલચેરમાં લઈ આવ્યા હતા.

Join Our WhatsApp Community
Enthusiasm of elders that shames youth 103-year-old Mohanbhai Patel of Jokha village in Kamraj taluka casts his vote.

Enthusiasm of elders that shames youth 103-year-old Mohanbhai Patel of Jokha village in Kamraj taluka casts his vote.

               પૌત્ર નિલેશભાઇએ જણાવ્યું કે, મારા દાદા ખેતીકામ કરતા હતા. તેમના સુદીર્ઘ જીવનનું રહસ્ય એ તેમનો શુદ્ધ, સુપાચ્ય અને સાત્વિક આહાર છે. તેઓ તાંબાની થાળી, વાસણોમાં જ જમે છે. ૧૦૦ વર્ષ સુધી તેઓ ખેતરે જતા આવતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી જ ખેતર નથી જઈ રહ્યા. તેમણે સવારે વહેલા ઉઠીને રાત્રે વહેલા સુવાનો નિત્યક્રમ જાળવી રાખ્યો છે. ગ્રામ્ય વિસ્તારના આદર્શ અને શુદ્ધ વાતાવરણના કારણે હજુ પણ સ્વસ્થ અને ખડતલ છે.

Enthusiasm of elders that shames youth 103-year-old Mohanbhai Patel of Jokha village in Kamraj taluka casts his vote.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Elections: લોકશાહીના પર્વની થઇ રહી છે ઉત્સાહભેર ઉજવણી, નવસારી લોકસભાની બેઠક પર ૪૮.૦૩ ટકા તથા બારડોલી લોકસભા બેઠક પર ૫૧.૯૭ ટકા મતદાન નોંધાયું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bihar Election Result 2025 LIVE: બિહાર ચૂંટણી પરિણામ 2025 LIVE: શરૂઆતી વલણોમાં NDA આગળ, RJD આપી રહ્યું છે કડક ટક્કર
Bihar Election Result 2025 LIVE: બિહાર ચૂંટણી પરિણામ 2025 LIVE: શરૂઆતી વલણોમાં NDA આગળ, RJD આપી રહ્યું છે કડક ટક્કર.
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Exit mobile version