Science Centre Surat: સિટીલાઈટના સાયન્સ સેન્ટર ખાતે ગરવી ગુર્જરી દ્વારા હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનો, હસ્તકલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ

Science Centre Surat: તા.૧૫મી સુધી ખરીદી કરવાની ઉત્તમ તક. સુરત જિલ્લા સહિત અમદાવાદ, રાજકોટ, ભુજ, નવસારી, ભરૂચ, વડોદરાના હસ્તકલા કારીગરોના ૪૨ સ્ટોલ્સ

 News Continuous Bureau | Mumbai

Science Centre Surat:  ભવ્ય અને ભાતીગળ હાથશાળ-હસ્તકલાના વંશપરંપરાગત વારસાને જીવંત રાખનાર તથા હાથશાળ હસ્તકલાની ( Handmade crafts ) શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર રાજ્યના અંતરિયાળ ગામોમાં વસતાં કારીગરો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોનું વેચાણ સહ પ્રદર્શન સુરતના સિટીલાઈટ રોડ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે ૧૫મી જુલાઇ સુધી યોજાયું છે, જેનો સમય સવારે ૧૧ વાગ્યે થી રાત્રે ૯ વાગ્યે સુધી છે. રાજ્ય સરકારના ( Gujarat Government ) સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ ( GSHDC ) દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીના આયોજન હેઠળ સુરત જિલ્લા સહિત અમદાવાદ, રાજકોટ, ભુજ, નવસારી, ભરૂચ, વડોદરાના હસ્તકલા કારીગરોના ૪૨ સ્ટોલ્સ પરથી હસ્તકલાકૃતિઓની ખરીદી કરવાની ઉત્તમ તક છે. 

Join Our WhatsApp Community
Exhibition and sale of handicrafts and handloom products, handicrafts by Garvi Gurjari at Citylight's Science Centre surat

Exhibition and sale of handicrafts and handloom products, handicrafts by Garvi Gurjari at Citylight’s Science Centre surat

              ગુજરાતમાં રાજ્ય સરકારના વ્યાપક પ્રયત્નોના પગલે રાજ્યની ભાતીગળ કલા-કારીગરીને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે.

Exhibition and sale of handicrafts and handloom products, handicrafts by Garvi Gurjari at Citylight’s Science Centre surat

આ સમાચાર પણ વાંચો :  Paris Olympics 2024: ડો. મનસુખ માંડવિયાએ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતની તૈયારીની સમીક્ષા કરવા માટે ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

Exhibition and sale of handicrafts and handloom products, handicrafts by Garvi Gurjari at Citylight’s Science Centre surat

            ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હસ્તકલા અને હાથશાળની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા, તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાત સરકારના સાહસ તરીકે છેલ્લાં ૫૦ વર્ષથી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ કાર્યરત છે. નિગમ દ્વારા હાથશાળ, હસ્તકલા કારીગરો ( Craftsmen ) દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદનોના વેચાણમાં વૃદ્ધિ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું. આ પગલાં થકી વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન છેલ્લાં ૫૦ વર્ષનાં ઇતિહાસમાં સૌથી મહત્તમ રૂ.૨૫ કરોડથી વધારેના વેચાણની સિદ્ધિ હાંસલ કરવામાં આવી. આ વેચાણ ગત વર્ષ કરતાં બમણું છે. 

Exhibition and sale of handicrafts and handloom products, handicrafts by Garvi Gurjari at Citylight’s Science Centre surat

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Exhibition and sale of handicrafts and handloom products, handicrafts by Garvi Gurjari at Citylight’s Science Centre surat

Steneshwar Mahadev: ત્રિલિંગ સ્વરૂપે બિરાજમાન ઓલપાડના સ્તેનેશ્વર મહાદેવ: ચોરીના પાપનો ક્ષય કરતું અને ચોરાયેલી વસ્તુ પાછી મેળવવામાં નિમિત્ત બનતું દેવસ્થાન
Anvi Zanzrukiya:ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા મરાઠી માધ્યમના ધોરણ ૦૭ ના વિદ્યાર્થીઓને સુરતની રબરગર્લ અન્વી ઝાંઝરૂકિયા વિષે ભણાવાશે.
  Surat Mercedes Stunt : અમીર બાપની ઓલાદ નો નશો તો જુઓ. પોર્શે ગાડી દરિયામાં ડૂબાડી. સુરતની ઘટના.. જુઓ વિડીયો 
Surat Bridge Inspection: સુરત જિલ્લામાં ૯૯ જેટલા માઇનોર તથા મેજર બ્રિજોની ચકાસણી પુર્ણ કરવામાં આવીઃ ત્રણ બ્રિજોને ભારે વાહનો માટે બંધ કરાયાઃ
Exit mobile version