Site icon

Viksit Bharat@2047 Photo Exhibition: સુરતમાં વિકસિત ભારત @2047 ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન, વિદ્યાર્થીઓનો સહભાગ વધારવા આ વિભાગમાં વિવિધ સ્પર્ધાઓનું થયું આયોજન.

Viksit Bharat@2047 Photo Exhibition: કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે બે દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાઓએ વિકસિત ભારત @2047નાં સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થવું જોઈએ: કુલસચિવ ડૉ. આર.સી.ગઢવી

exhibition was organized as a joint initiative of Central Bureau of Communications and Veer Narmad South Gujarat University in Surat

exhibition was organized as a joint initiative of Central Bureau of Communications and Veer Narmad South Gujarat University in Surat

News Continuous Bureau | Mumbai

Viksit Bharat@2047 Photo Exhibition: કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત @2047 વિષય પર ચિત્ર પ્રદર્શનનું કુલસચિવ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય પ્રદર્શન તમામ  લોકો નિઃશુલ્ક જોઈ શકશે. ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થના હૉલ ખાતે આયોજિત ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન આજે કુલસચિવ શ્રી ડૉ આર. સી. ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Community

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે યુવાનોએ કટિબદ્ધ થવું જોઈએ. અહીં પ્રદર્શનમાં ( Photo Exhibition ) રજૂ  કરેલી માહિતી પરથી પણ કોઈ સંશોધનનો વિષય મળી શકે તો એ કરવું જોઈએ. ભારતનાં વિકાસ બાબતે જાત અનુભવનું વર્ણન પણ તેમણે કર્યું હતું. 

કાર્યક્રમનાં ( Viksit Bharat@2047 Photo Exhibition ) ઉદ્ઘાટન પૂર્વે “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ આપી હતી.

પ્રદર્શનમાં ( Central Bureau of Communications ) વિદ્યાર્થીઓનો સહભાગ વધારવા માટે કાયદાશાસ્ત્ર અને જૈવ વિજ્ઞાન વિભાગમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિજેતાઓને અતિથીઓના હસ્તે પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં રાખવામાં આવેલી પ્રતિજ્ઞા સેલ્ફી બુથે આકર્ષણ જમાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Gram Panchayat Level Weather Forecasting: હવે ગ્રામ પંચાયતોને 5 દિવસ અને પ્રતિ કલાક હવામાનની આગાહીની મળશે સુવિધા, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ કરશે ‘આ’ પહેલનો શુભારંભ.

આ પ્રદર્શનમાં કેન્દ્ર સરકારનાં વિકસિત ભારત @2047 ( Viksit Bharat@2047 ) નાં સંકલ્પને પૂર્ણ કરવા માટે લાગુ કરેલી લોકકલ્યાણની વિવિધ યોજનાઓ, વિવિધ ક્ષેત્રોનું પ્રદાન અને અન્ય માહિતી રજૂ કરવામાં આવી છે. સાથે જ રોજગાર વિનિમય કચેરી અને પોસ્ટ વિભાગ દ્વારા મુલાકાતીઓને તેમની કામગીરીની માહિતી આપવામાં આવી હતી.

આ પ્રદર્શનને સફળ બનાવવા અમૃતભાઈ સોનેરી અને રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version