Site icon

Surat: સુરતની આ યુનિવર્સીટીના ઈતિહાસમાં પહેલીવાર મરણોપરાંત પી.એચ.ડી. ડિગ્રી કરાઈ એનાયત..

Surat: વીર નર્મદ યુનિવર્સિટીએ તેના ૫૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મરણોપરાંત પી.એચ.ડી. ડિગ્રી એનાયત કરી

For the first time in the history of this University of Surat, a posthumous Ph.D. Awarded Degree.

For the first time in the history of this University of Surat, a posthumous Ph.D. Awarded Degree.

News Continuous Bureau | Mumbai 

Surat: નર્મદ યુનિ.ના ૫૫માં પદવીદાન સમારોહમાં ( graduation ceremony ) બરફીવાલા કોલેજના આસિ. પ્રોફેસર સ્વ.મોહિતકુમાર પ્રકાશચંદ્ર પટેલને ( Mohit Kumar Prakash Chandra Patel ) મરણોપરાંત પી.એચ.ડી.ની ડિગ્રી આપવામાં આવી હતી. રાજ્યપાલશ્રીના હસ્તે આ પદવી સ્વ.મોહિતકુમારના જોડિયા દીકરા તીર્થ અને તથ્યએ સ્વીકારી હતી. 

Join Our WhatsApp Community

નર્મદ યુનિવર્સિટીના ( Narmad University )  કુલપતિ ડૉ. કે.એન.ચાવડાના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૨૦ માં સ્વ.મોહિતકુમાર પટેલ પ્લાસ્ટિક વિષય પર પીએચ.ડીનો અભ્યાસ કરી રહ્યા હતા. અભ્યાસ દરમ્યાન તમામ સંશોધન પૂર્ણ કરીને પીએચ.ડી.નો થીસીસ પણ તૈયાર કરી લીધો હતો. આ દરમ્યાન જ તેમને બ્રેઈન સ્ટોક આવતા સારવાર દરમ્યાન તેમનું દુઃખદ અવસાન થયુ હતુ. યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સીલ દ્વારા માનવતાવાદી અભિગમ દાખવીને મરણોતર પીએચ.ડીની ડિગ્રી ( Ph.D. degree ) એનાયત કરવાનો નિર્ણય લેવાયો હતો. જેથી આજે સમારંભમાં સ્વ.પ્રોફેસરના બે સંતાનોને સ્ટેજ પર બોલાવીને પિતાજીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. 

આ સમાચાર પણ વાંચો :  Surat : વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો પદવીદાન સમારોહ યોજાયો, આ વર્ષે આટલા હજાર વિદ્યાર્થીઓને કરાઈ પદવી એનાયત

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version