Surat: RTO-સુરત દ્વારા નેશનલ સેફટી મંથ અંતર્ગત વાહન ચાલકોને પતંગના દોરાથી બચાવવા ૧૫૦૦ નેક સેફ્ટી બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ

Surat: સુરત આરટીઓ અને ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી(DTEWS) દ્વારા નેશનલ સેફ્ટી મંથ અંતર્ગત વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવાના હેતુસર નેક સેફ્ટી બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું.

News Continuous Bureau | Mumbai

Surat: સુરત આરટીઓ અને ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી( DTEWS ) દ્વારા નેશનલ સેફ્ટી મંથ ( National Safety Month ) અંતર્ગત વાહનચાલકોને પતંગના દોરાથી ( kite string ) બચાવવાના હેતુસર નેક સેફ્ટી બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને સિનિયર સિવિલ જજની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં એડવોકેટ અને કોર્ટ સ્ટાફ સહિત ૧૫૦૦ જેટલા નેક સેફટી બેલ્ટનું ( Neck safety belt ) વિતરણ કરાયું હતું. ઉપરાંત, આરટીઓ કચેરીના AIMVશ્રી તેમજ પોલીસ વિભાગના ઇન્સ્પેકટરોની ઉપસ્થિતિમાં આરટીઓ પાલ-ઉમરા બ્રિજ સર્કલ પાસે પણ રોડ સેફ્ટી બેલ્ટ વિતરણ કરાયા હતા. 

Join Our WhatsApp Community
Free distribution of 1500 neck safety belts by RTO-Surat to protect motorists from kite string under National Safety Month

Free distribution of 1500 neck safety belts by RTO-Surat to protect motorists from kite string under National Safety Month

            આ કાર્યક્રમમાં સુરત આરટીઓ કચેરીના ( Surat RTO Office ) રોડ સેફ્ટી નોડલ અધિકારી કે.બી.પટેલ, કલરટેક્સ-પાંડેસરા, ધી સોસાયટી ઓફ ફિઝિકલ હેંડીકેમ્પ, પેરા સ્પોર્ટ્સ એસો.ના પ્રમુખ મહેશભાઈ શાહ અને આનંદભાઈ શાહ તેમજ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસા.ના પ્રમુખ બ્રિજેશ વર્મા, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, અકસ્માત નિવારણ કેન્દ્રના રાજુભાઈ ઠકકર અને બેલા સોની, DTEWS  કમિટી અને આરટીઓ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Free distribution of 1500 neck safety belts by RTO-Surat to protect motorists from kite string under National Safety Month

આ સમાચાર પણ વાંચો :  Indigo Flight : ગુવાહાટી જતી ઈન્ડિગો ફ્લાઈટનું આ કારણે ઢાંકામાં થયું ઈમરજન્સી લેન્ડીંગ.. ડઝનબંધ ભારતીયો પાસપોર્ટ વગર ઉતર્યા બાંગ્લાદેશની ધરતી પર.. જાણો વિગતે..

             નોંધનીય છે કે, ગત તા.૬ જાન્યુ.થી સેફ્ટી બેલ્ટ વિતરિત કરાઈ રહ્યા છે, ત્યારે આવતીકાલ તા.૧૩મીએ સવારે ૧૧:૦૦ વાગ્યે રોકડિયા હનુમાન ચોકી ચાર રસ્તા, ઉધનામાં સેફ્ટી બેલ્ટ વિતરણ કરાશે. વધુ વિગત માટે મો.૯૭૨૪૨ ૭૭૭૭૧ ઉપર સંપર્ક કરવા DTEWSની યાદીમાં જણાવાયુ છે.

.Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
PM Modi Cooperative Reforms: ચોર્યાસી તાલુકાના રાજગરી ગામે રાજગરી દૂધ ઉત્પાદક સહકારી મહિલા મંડળી લિ.ના મહિલા સભાસદોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા લખ્યા પોસ્ટકાર્ડ
Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Exit mobile version