Site icon

Surat: ITI ભીમરાડ ખાતે મહિલાઓ માટેના વિવિધ વ્યવસાયલક્ષી કોર્ષના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારો સંસ્થા ખાતેથી અથવા ઓનલાઈન ફોર્મ ભરી પ્રવેશ મેળવી શકશે

Surat: તા.૧૩ જૂન પહેલા પ્રવેશ મેળવવાની તક

get admission in the first round of various vocational courses for women at ITI Bhimrad can apply at the institute or by filling the online form.

get admission in the first round of various vocational courses for women at ITI Bhimrad can apply at the institute or by filling the online form.

News Continuous Bureau | Mumbai

Surat:  ઔદ્યોગીક તાલીમ સંસ્થા , સુરત(મહિલા), ભીમરાડ ( Bhimrad ) ખાતે મહિલાઓ  માટે વ્યવસાયલક્ષી કોર્ષમાં ( vocational courses ) વિનામુલ્યે તાલીમ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૪માં પ્રથમ રાઉન્ડનું પ્રવેશકાર્ય હાલમાં ચાલુ હોઇ, તેમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૩/૦૬/૨૦૨૪ પહેલા સંસ્થા ખાતેથી અથવા ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in વેબસાઇટ થકી પ્રવેશ ફોર્મ ( Entry form ) ભરી જરૂરી પ્રમાણપત્રો સાથે રૂ.૫૦ રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન જમા કરવાની રહેશે. જેમાં કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ(કોપા), ઇન્ટિરિયર ડેકોરેશન એન્ડ ડિઝાઈન, ફેશન ડિઝાઈન એન્ડ ટેક્નોલોજી, કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), હેલ્થ સેનેટરી ઇસ્પેક્ટર સહિતના કોર્ષ માટે ૧ વર્ષનો સમયગાળો અને ધો.૧૦ પાસ કે તેથી વધુની લાયકાત ધરાવતી મહિલાઓ ( Women ) અને   ધો.૮ પાસ કે તેથી વધુની લાયકાત ધરાવતા ઉમેદવારો સુઇંગ ટેક્નોલોજીમાં પ્રવેશ મેળવી શકશે.

Join Our WhatsApp Community

આ અંગે વધુ માહિતી માટે ( ITI ) આઈ. ટી. આઈ.-સુરત(મહિલા) ( ITI Surat Mahila )  ભીમરાડ પોલીસ ચેકપોસ્ટની સામે, ભીમરાડ, સુરત, ફોન નં :- ૦૨૬૧-૨૯૯૦૦૨૨ પર સંપર્ક કરી શકાશે એમ મહિલા ITI ના આચાર્યની યાદીમાં જણાવાયું છે. 

આ સમાચાર પણ વાંચો :  Express Train: 18 મે ના રોજ ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ બદલાયેલા રૂટ પર દોડશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version