News Continuous Bureau | Mumbai
- ઇચ્છુક ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્ર સાથે એડમિશનનો લાભ લેવા અનુરોધ
Bardoli ITI:ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર સંચાલિત બારડોલી આઇ.ટી.આઇ. ખાતે ચોથા રાઉન્ડ માટે તા.૩૧/૦૮/૨૦૨૪ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. જેથી ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે એડમિશનનો લાભ લેવા આચાર્યશ્રી, iti બારડોલી, તેન ગામ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સંસ્થા ખાતે ફિટર, ઈલેક્ટ્રીશયન, ઈલેક્ટ્રોનિક્સ મિકેનીકલ, વેલ્ડર, રેફ્રીજરેશન એન્ડ એરકંડીશનીંગ મિકેનીક, મિકેનીક મોટર વ્હીકલ, મિકેનીક ડીઝલ એન્જીન, કોમ્ય્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર એઇડેડ એમ્બ્રોડરી એન્ડ ડીઝાઇનીંગ, આર્મેચર,મોટર રીવાઇન્ડીગ, ટર્નર વગેરે જેવા ટ્રેડમાં ભારવાપાત્ર બેઠકો પર પ્રવેશ મેળવી શકાશે એમ આઈ.ટી.આઈ.,બારડોલીના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો: Van Mahotsav:સુરતની આ શાળામાં ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન, શાળાના કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષ રોપાયા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
