Site icon

Surat : દક્ષિણ ગુજરાતમાં ગુરૂબ્રાહ્મણ જ્ઞાતીના યુવાનોને વૈકલ્પિક રોજગારી મળી રહી તે માટે કર્મકાંડ તાલીમ વર્ગમાં જોડાવાની સુવર્ણતક.

Surat : તા.૨૫મી જુન સુધીમાં જરૂરી પુરાવા સાથે નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ખાતે અરજી કરવી.

Golden opportunity to join karma kand talim for Guru Brahmin youth in South Gujarat getting alternative employment

Golden opportunity to join karma kand talim for Guru Brahmin youth in South Gujarat getting alternative employment

 News Continuous Bureau | Mumbai

Surat : અનુસૂચિત જાતિમાં ( scheduled castes ) અતિપછાત જાતિ એવી ગુરૂબ્રાહ્મણ જ્ઞાતીના ( Guru Brahmin Samaj ) યુવાનોને વૈકલ્પિક રોજગારી ( employment ) મળે અને હિન્દુ ધર્મના જુદા-જુદા સંસ્કારોની જાણકારી મળે તે હેતુથી સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂબ્રાહ્મણ સમાજના યુવકોને જોડાવા માટે ધો.૧૦ સુધીનો અભ્યાસ, ૪૫ વર્ષ ઉંમર સુધીના તાલીમમાં જોડાઈ શકશે. તાલીમ દરમ્યાન રહેવા જમવાની સગવડ વિના મૂલ્યે મળશે. દક્ષિણ ગુજરાતમાં સમાવિષ્ટ થતા જિલ્લાઓમાંથી રસ ધરાવતા ઉમેદવારોએ ( Candidates ) તા.૨૫/૦૬/૨૦૨૪ સુધીમાં નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, બહુમાળી મકાન, સી બ્લોક છઠ્ઠો માળ, નાનપુરા સુરત પીન-૩૯૫૦૦૧, ખાતે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, માર્કશીટની પ્રમાણીત નકલો, મોબાઈલ નંબર સાથે સાદા કાગળમાં અરજી મોડામાં મોડ સાંજના ૦૫.૦૦ કલાક સુધીમાં રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા મળે તે રીતે મોક્લી આપવાની રહેશે. ત્યારબાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી. અગાઉના વર્ષમાં જેઓએ તાલીમ લીધેલ હોય, તેઓને પ્રવેશ મળવા પાત્ર નથી તેમ નાયમ નિયામક એમ.વી. પટેલની યાદીમાં જણાવાયું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો : Surat : સુરત જિલ્લાના જાહેર આનંદ-પ્રમોદના સ્થળોને નિયમન કરવા અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સૌરભ પારઘીનું ‘પ્રાથમિક જાહેરનામું’

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat : સુરત જિલ્લાના જાહેર આનંદ-પ્રમોદના સ્થળોને નિયમન કરવા અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સૌરભ પારઘીનું ‘પ્રાથમિક જાહેરનામું’

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version