Site icon

Surat: સુરત જિલ્લાના ખેડૂતોને મગફળી પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ માટે જિલ્લા ખેતીવાડી શાખા તરફથી માર્ગદર્શિકા જાહેર

Surat: સુરત જિલ્લાના ખેડૂતોને મગફળી પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ માટે જિલ્લા ખેતીવાડી શાખા તરફથી એક માર્ગદર્શિકા દ્વારા લેવાના પગલાં સૂચવવામાં આવ્યા છે. જે અનુસાર મોલો મશી જીવાતના ઉપદ્રવનો પ્રાથમિક અંદાજો મેળવવા તેમજ નિયંત્રણ માટે ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ(સ્ટીકી ટ્રેપ) લગાવવા. મોલોને ખાઇ જનારા દાળિયાની વસ્તી જો ખેતરમાં વધુ જણાય તો જંતુનાશક દવા છાંટવાનું મુલત્વી રાખવું.

Guidelines for Integrated Pest Management in Groundnut Crop issued by District Agriculture Branch to farmers of Surat District

Guidelines for Integrated Pest Management in Groundnut Crop issued by District Agriculture Branch to farmers of Surat District

 News Continuous Bureau | Mumbai 

Surat: સુરત જિલ્લાના ખેડૂતોને મગફળી પાકમાં ( Peanut crop ) સંકલિત જીવાત નિયંત્રણ માટે જિલ્લા ખેતીવાડી શાખા તરફથી એક માર્ગદર્શિકા દ્વારા લેવાના પગલાં સૂચવવામાં આવ્યા છે. જે અનુસાર  મોલો મશી જીવાતના ઉપદ્રવનો પ્રાથમિક અંદાજો મેળવવા તેમજ નિયંત્રણ માટે ખેતરમાં ( Surat Farmers ) પીળા ચીકણા ટ્રેપ(સ્ટીકી ટ્રેપ) લગાવવા. મોલોને ખાઇ જનારા દાળિયાની વસ્તી જો ખેતરમાં વધુ જણાય તો જંતુનાશક દવા છાંટવાનું મુલત્વી રાખવું. ચૂસિયા જીવાતો તેમજ લીલી તથા પાન ખાનાર ઈયળ નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ(૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦-૪૦ મીલી અથવા લીમદા આધારીત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. મોલો મશી, તડતડિયા, થ્રીપ્સ, સફેદ માખી જેવી ચૂસિયા જીવાતોના રાસાયણિક નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઈ.સી. ૧૦ મિ.લિ. અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મિ.લિ. અથવા થાયામિથોક્ઝામ ૨૫ ડબલ્યુ.એસ. ૩ ગ્રામ અથવા એસીટામીપ્રિડ ૨૦ એસ.પી. ૨ થી ૩ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ હોય ત્યારે જરૂર જણાય તો ૧૦ થી ૧૨ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.  થ્રીપ્સ અને સફેદમાખીનોવધુ ઉપદ્રવ જણાય તો પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪ % ૧૦ મિ.લિ. અથવા ડાયફેંથીયુરોન ૫૦ વે.પા. ૧૦ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસ.પી. ૩ મિ.લિ. અથવા થાયમીથોક્ઝામ + લેમ્ડા સાયહેલોથ્રિન ૨૨ ઝેડ.સી. ૨૫ મિ.લિ. અથવા ડિનોટેફ્યુરાન ૨૦ એસજી ૩ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૦ થી ૧૨ દિવસ બાદ બીજો છંટકાવ કરવો. 

Join Our WhatsApp Community

પાન કથીરીના નિયંત્રણ માટે પ્રોપરગાઇટ ૫૭ ઈસી ૧૦ મિ.લિ. અથવા ફેનાઝાક્વીન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. લીલી ઇયળ (હેલિઓથીસ) તથા પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા) નિયંત્રણ માટે હેકટર દીઠ ૫-૬ ફેરોમોન ટ્રે૫ ગોઠવી તેમા ૫કડાતા નર ફુદાંનો નાશ કરવો જેથી ફુદાં દ્વારા મૂકાતા ઈંડાંમાંથી ઈયળો ઓછી પેદા થાય. લીલી તથા પાન ખાનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઇયળોનો ઉપદ્રવ વધુ જણાય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.એલ. ૧૦ મિ.લી. અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮ એસ.સી. ૩ મિ.લી અથવા સ્પીનોસાડ ૪૫ એસ.એલ. ૩ મિ.લી. અથવા નોવાલ્યુરોન ૧૦ ઇ.સી. ૨૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૨૦ એસ.સી 3 મિ.લી. અથવા થાયમીથોક્ઝામ + લેમ્ડા સાયહેલોથ્રિન ૨૨ ઝેડ.સી. ૨.૫ મિ.લી. અથવા નોવાલ્યુરોન + ઇન્ડોક્ઝાકાર્બ ૯.૭૫ એસ.સી ૧૮ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ + લેમ્ડા સાયહેલોથ્રિન ૧૫ ઝેડ.સી. ૪ મિ.લી. અથવા નોવાલ્યુરોન + એમામેક્ટીન બેન્ઝોએટ ૬.૧૫ એસ.સી ૧૫ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી

આ સમાચાર પણ વાંચો  :  World Breastfeeding Week: ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહનો રાજ્યવાપી પ્રારંભ કરાવતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા

છંટકાવ કરવો. જરૂર જણાયતો ૧૦ થી ૧ર દિવસ ૫છી કોઈ૫ણ એક દવાનો બીજો છંટકાવ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા ( pesticide ) છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી ( District Agricultural Branch ) અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version