News Continuous Bureau | Mumbai
Journalist Kalyan Nidhi: સુરત શહેર પત્રકાર કલ્યાણ નિધિ દ્વારા પ્રતિ વર્ષ યોજાતો પત્રકાર સન્માન અને એવોર્ડ વિતરણ સમારોહ આગામી તા.૨૩મીના રોજ સંજીવ કુમાર ઓડિટોરિયમ સવારે ૯.૩૦ કલાકે ખાતે યોજાશે. આ સમારોહમાં લાઈફ મિશન અને વિખ્યાત પ્રવકતા પૂ. ડો. જ્ઞાનવત્સલ સ્વામી તથા જાણીતા લોક કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના હસ્તે એવોર્ડ વિતરણ થશે.
આ સમારોહમાં એનાયત થનારા વિવિધ એવોર્ડમાં બટુકરાય દીક્ષિત એવોર્ડ પ્રસન્ન ભટ્ટ, હિમાંશુ ભટ્ટ તેમજ આરિફ નાલબંધને એનાયત થશે. જયારે પીઠાવાળા નેશનલ એવોર્ડ મૃગાંક પટેલ તેમજ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવોર્ડ રાકેશ ઢિમ્મરને ફાળે ગયો છે.
આ ઉપરાંત શ્રેષ્ઠ કટાર લેખન એવોર્ડ માટે અમીતાબેન મહેતા, સૌરભ શાહ, મયુર પાઠક અને સંજય છેલને એનાયત થશે તેમજ વિશેષ વ્યક્તિ એવોર્ડ નાટયવિદ નરેશ કાપડિયા અને કે.પી. ગ્રુપના ફારૂખભાઈ પટેલને એનાયત થશે. જયારે રેશમવાલા જર્નાલિઝમ સ્ટુડન્ટ એવોર્ડ યુચિત પટેલને મળશે.
આ સમાચાર પણ વાંચો : Surat District: પ્રાકૃતિક કૃષિ લેખમાળા-૧૫: સુરત જિલ્લો
સાથે જ શ્રેષ્ઠ અહેવાલ લેખનનો એવોર્ડ પ્રજ્ઞેશ ભટ્ટ, શ્રેષ્ઠ તસ્વીર રાજય કક્ષાનો એવોર્ડ હેતલ શાહ અને નિર્ભય કાપડિયાને સંયુક્ત પણે તેમજ શહેર કક્ષાના શ્રેષ્ઠ અહેવાલ માટે ઉપેન કાપડીની પસંદગી થઈ છે. કાર્યક્રમના આમંત્રણ કાર્ડ માટે નિધિના ટ્રસ્ટીઓનો સંપર્ક સાધવા મંત્રી મેહુલ દેસાઈ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
