Site icon News Continuous Bureau | Mumbai

GSRTC Volvo Buses: જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પુરી પાડતી ગુજરાત સરકાર, રાજયમંત્રી હર્ષ સંઘવીએ નવિન હાઈટેક વોલ્વો બસોને ફલેગ ઓફ આપી કરાવી પ્રસ્થાન..જુઓ ફોટોસ

GSRTC Volvo Buses: ગુજરાતના મહાનગરોને એકબીજા સાથે કનેકટ કરવા માટે ૧૦ નવિન હાઈટેક વોલ્વો બસોને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા વાહન વ્યવહાર રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી

Harsh Sanghavi flagging off 10 new hi-tech Volvo buses to connect the cities of Gujarat with each other

Harsh Sanghavi flagging off 10 new hi-tech Volvo buses to connect the cities of Gujarat with each other

News Continuous Bureau | Mumbai

GSRTC Volvo Buses: ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિક સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. રાજયના મહાનગરોને એકબીજા સાથે કનેકટ કરવા માટે ૧૦ નવિન હાઈટેક વોલ્વો બસોને વાહન વ્યવહાર અને ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી હતી. એસવીએનઆઈટી સર્કલ ખાતે આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ શ્રી મનુભાઈ પટેલ, કાંતિભાઈ બલર, સંગીતાબેન પાટીલ, ડે. મેયર, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, જીએસટીઆરટીના સચિવશ્રી રવિ નિર્મલ, સંગઠન પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરા, સુરતના વિભાગીય નિયામકશ્રી પી.વી.ગુર્જર તથા એસટીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.    

Join Our WhatsApp Channel

             આ નવીન બસોમાં ( GSRTC ) નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે. જેમાં ૪૭ સીટીંગ કેપેસીટી, 2X2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, આ નવિન વોલ્વો બસ ૧૩.૫૦ મીટર લાંબી છે. એન્જીન કંમ્પાર્ટમેન્ટમાં ફાયર ડીટેકટશન અને સપ્રેસન સિસ્ટમ, સલુન વિસ્તારમાં ફાયર પ્રોટેકટશન સિસ્ટમ, મોનિટર કરવા સીસીટીવી કેમેરા, ઇમરજન્સી ઇવેક્યુએશન માટે સીડી સાથે ઇમરજન્સી એકઝીટ, કટોકટી માટે કટોકટીની હેચ અને બારીઓ, બધા કાપડ FR ગ્રેડનાં છે.વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજજ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.

                   આ બસો સુરત થી ગાંધીનગર સુધી  તથા ગાંધીનગર થી સુરત બે બસો ( Volvo Buses ) , સુરત થી નહેરૂનગર, નહેરૂનગર થી સુરત ચાર બસો તથા અન્ય ચાર બસો રાજકોટના રૂટ પર નિર્ધારિત કરેલા સમયમાં ચાલશે. 

            નોંધનીય છે કે, રાજય સરકાર ( Harsh Sanghavi ) દ્વારા ગુજરાત એસ.ટી.નિગમનાં નવિન વોલ્વો વાહનોના ગોલ્ડન ગોલ ધ્યાને લઇ રાજયની પ્રજાને મુસાફરી દરમ્યાન વધુ સુખાકારીયુકત પરિવહન સેવાઓ મળી રહે તે હેતુથી નિગમ દ્રારા સૌપ્રથમ વર્ષ ૨૦૧૦થી અમદાવાદ વડોદરા વચ્ચે ૧૦ હાઇએન્ડ પ્રકારનાં – પ્રિમિયમ વાહનો સંચાલનમાં મુકી શરૂઆત કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Sardar Patel PM Modi: આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ, PM મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહી આ વાત…

           આ સર્વિસોમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતાં નિગમ દ્રારા ઉત્તરોત્તર વધારો કરી હાલમાં ૧૭૦ હાઇએન્ડ પ્રકારનાં સ્લીપર અને સીટર વાહનો ચલાવવામાં આવે છે. જે મુખ્યત્વે રાજયનાં ( Gujarat Government ) અગત્યનાં શહેરો તેમજ ધાર્મિક સ્થળો અમદાવાદ,વડોદરા,રાજકોટ,ભુજ,સુરત જેવાં શહેરોમાં, સોમનાથ ,અંબાજી, દ્રારકા, શામળાજી,ચોટીલા, જુનાગઢ, વીરપુર વિગેરે ધાર્મિક સ્થળોએ અને અન્ય રાજ્યમાં નાથદ્રારા ઉદેપુર અને કેસરીયાજી જેવાં સ્થળોએ સંચાલન કરવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version