News Continuous Bureau | Mumbai
Electric golf cart: એલ.એન્ડ ટી. હજીરા કંપનીના સી.એસ.આર.ફંડમાંથી નવી સિવિલ હોસ્પિટલને અંદાજે રૂા.૫.૫૦ લાખના ખર્ચની એક ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટની ભેટ આપવામાં આવી છે. આ કાર્ટ દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં ખૂબ ઉપયોગી નીવડશે. નવી સિવિલનું હયાત બિલ્ડીંગ ૫૫ વર્ષ જૂનું હોય તેને ડિમોલીશ કરી નવું બિલ્ડીંગ નિર્માણ પામશે. હાલમાં સિવિલની જૂની બિલ્ડીંગમાંથી કિડની તેમજ સ્ટેમસેલ બિલ્ડીંગમાં દર્દીઓનું શિફટીંગનું કાર્ય ચાલી રહ્યું છે. ગાયનેકોલોજી, પિડીયાટ્રીક, પ્લાસ્ટીક સર્જરી તથા આંખ વિભાગને સ્ટેમસેલ બિલ્ડીંગમાં જ્યારે ઓર્થોપેડિક, જનરલ સર્જરી, જનરલ મેડિસીન, પલ્મોનરી મેડીસીન, ન્યુરોસર્જરી વિભાગોને કિડની બિલ્ડીંગમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે, સ્ટેમ સેલ અને કિડની બિલ્ડીંગ વચ્ચે ઘણું અંતર હોય દર્દીઓ તથા સ્ટાફની અવરજવરમાં ગોલ્ફ કાર્ટ મદદરૂપ બનશે.
આ સમાચાર પણ વાંચો :Ahmedabad District: અમદાવાદ ખાતે ડિસેમ્બર માસનો જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો
આ પ્રસંગે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમાર, મેડિકલ કોલેજના ડીન જયેશ બ્રહ્મભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, એલ.એન્ડ ટી.કંપનીના એડવાઈઝર ડાયરેકટરશ્રી સંજય દેસાઈ, એલ.એન્ડ ટી.ના સી.એસ.આર.હેડ માનસી દેસાઈ, ડો.તેજશ વશી, પંકજ ચાવલા, જનક ઉપાધ્યાય તથા નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા તથા અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.