News Continuous Bureau | Mumbai

Electric golf cart: હજીરાની એલ. એન્ડ ટી. કંપની તરફથી નવી સિવિલ હોસ્પિટલ અધધ આટલા લાખની ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટની ભેટ…

Electric golf cart: દર્દીઓને વિવિધ વિભાગોમાં શિફ્ટ કરવામાં ગોલ્ફ કાર્ટ ઉપયોગી નીવડશે

Hazira's L. & T. Company gifts electric golf cart worth half a million to new civil hospital.

News Continuous Bureau | Mumbai

Electric golf cart: એલ.એન્ડ ટી. હજીરા કંપનીના સી.એસ.આર.ફંડમાંથી નવી સિવિલ હોસ્પિટલને અંદાજે રૂા.૫.૫૦ લાખના ખર્ચની એક ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટની ભેટ આપવામાં આવી છે. આ કાર્ટ દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં ખૂબ ઉપયોગી નીવડશે. નવી સિવિલનું હયાત બિલ્ડીંગ ૫૫ વર્ષ જૂનું હોય તેને ડિમોલીશ કરી નવું બિલ્ડીંગ નિર્માણ પામશે. હાલમાં સિવિલની જૂની બિલ્ડીંગમાંથી કિડની તેમજ સ્ટેમસેલ બિલ્ડીંગમાં દર્દીઓનું શિફટીંગનું કાર્ય ચાલી રહ્યું છે. ગાયનેકોલોજી, પિડીયાટ્રીક, પ્લાસ્ટીક સર્જરી તથા આંખ વિભાગને સ્ટેમસેલ બિલ્ડીંગમાં જ્યારે ઓર્થોપેડિક, જનરલ સર્જરી, જનરલ મેડિસીન, પલ્મોનરી મેડીસીન, ન્યુરોસર્જરી વિભાગોને કિડની બિલ્ડીંગમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે, સ્ટેમ સેલ અને કિડની બિલ્ડીંગ વચ્ચે ઘણું અંતર હોય દર્દીઓ તથા સ્ટાફની અવરજવરમાં ગોલ્ફ કાર્ટ મદદરૂપ બનશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો  :Ahmedabad District: અમદાવાદ ખાતે ડિસેમ્બર માસનો જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

આ પ્રસંગે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમાર, મેડિકલ કોલેજના ડીન જયેશ બ્રહ્મભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, એલ.એન્ડ ટી.કંપનીના એડવાઈઝર ડાયરેકટરશ્રી સંજય દેસાઈ, એલ.એન્ડ ટી.ના સી.એસ.આર.હેડ માનસી દેસાઈ, ડો.તેજશ વશી, પંકજ ચાવલા, જનક ઉપાધ્યાય તથા નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા તથા અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version