World Meditation Day: 21 ડિસેમ્બર ‘વર્લ્ડ મેડિટેશન ડે’ નિમિત્તે હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા નિ:શુલ્ક ધ્યાન સત્રોનું આયોજન

World Meditation Day: યુનાઈટેડ નેશન્સ દ્વારા દર વર્ષે 21 ડિસેમ્બરે ‘વર્લ્ડ મેડિટેશન ડે’ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે

Heartfulness Institute organizes free meditation sessions on the occasion of ‘World Meditation Day’ on December 21

News Continuous Bureau | Mumbai

યુનાઇટેડ નેશન્સ દ્વારા ધ્યાન અને તેના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્ષ 2024 થી દર વર્ષે 21 ડિસેમ્બરને ‘વર્લ્ડ મેડિટેશન ડે’ એટલે કે ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિશ્વભરના તમામ લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ થાય એ ઉમદા હેતુથી ‘વર્લ્ડ મેડિટેશન ડે’ ઉજવવામાં આવશે.

Join Our WhatsApp Community

Heartfulness Institute organizes free meditation sessions on the occasion of ‘World Meditation Day’ on December 21

 

21 ડિસેમ્બર,2024 ના રોજ ‘વર્લ્ડ મેડિટેશન ડે’ નિમિત્તે હાર્ટફુલનેસ સંસ્થાના સુરત સેન્ટર દ્વારા શહેરીજનો માટે દિવસ દરમિયાન અલગ-અલગ સમયે નિ:શુલ્ક ધ્યાન સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંસ્થાના પ્રશિક્ષિત ટ્રેનર્સ દ્વારા ઈચ્છુક નાગરિકોને ધ્યાન શીખવવામાં આવશે. આ ધ્યાન સત્રો સવારે 7:30 થી 8:30 કલાક, સવારે 9:00 થી 10:00 કલાક તેમજ સાંજે 4:00 થી 5:00 કલાક અને સાંજે 5:30 થી 6:30 કલાકે રહેશે. ધ્યાન સત્રોમાં ઈચ્છુક નાગરિકો હાર્ટફુલનેસ ઇન્સ્ટિટયૂટ, 327, રાજ વર્લ્ડ, પાલનપુર કેનાલ રોડ, સુરત ખાતે ઉપરોક્ત સમયે ભાગ લઈ શકશે. તેમજ ઈચ્છુક નાગરિકોને https://tinyurl.com/Registration-WordMeditationDay લિંક પર રજિસ્ટ્રેશન કરવા માટે અનુરોધ છે. તેમજ કોઈ પ્રશ્ન હોય તો મો.7984125462 અને 9311006311 પર સંપર્ક કરી શકાશે.

આ સમાચાર પણ વાંચો  : જંગલમાં પાર્ક કરેલી કારમાંથી મળ્યું 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ, ઈન્કમટેક્સ વિભાગ તપાસમાં લાગી; જુઓ વિડીયો..

અત્રે ઉલ્લેખનીય છે કે ધ્યાન દ્વારા તણાવ અને ચિંતાથી મુક્તિ મેળવી શકાય છે. તેમજ નિયમિત ધ્યાનના અભ્યાસથી વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. ધ્યાન દ્વારા જીવનમાં સંતુલન સ્થાપિત કરી શકાય છે. ધ્યાન એ સ્વાસ્થ્ય અને સુખાકારી માટેની પ્રાચીન પદ્ધતિ છે. જેના નિયમિત અભ્યાસથી ભાવાત્મક સંતુલન સાધી શકાય છે. આથી તમામ નાગરિકોને આ નિ:શુલ્ક ધ્યાન સત્રોમાં ભાગ લેવા માટે હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version