Site icon

Karma Bhushan award 2024: સુરતના હોમગાર્ડએ ૪૦ જેટલા ગુમ થયેલા બાળકોનું માતા-પિતા સાથે કરાવ્યું મિલન, આ એવોર્ડથી કરાયા સન્માનિત.

Karma Bhushan award 2024: સચિન હોમગાર્ડ યુનિટમાં સેવા આપતાં પ્રકાશકુમાર મૌર્યને ‘કર્મ ભૂષણ પુરસ્કાર ૨૦૨૪’થી સન્માનિત કરાયા. હોમગાર્ડ પ્રકાશકુમાર મૌર્યએ ફરજ દરમિયાન ૪૦ જેટલા ગુમ થયેલા બાળકોને શોધી, તેમના માતા-પિતા સાથે મિલન કરાવ્યું. પ્રકાશકુમાર મૌર્ય પોલીસ વિભાગ સાથે સંકલન કરી, શહેરની શાળા અને વિસ્તારોમાં બાળકીઓ સામેના અપરાધો અટકાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવે છે

Home Guard of Surat has reunited 40 missing children with their parents, honored with this award.

Home Guard of Surat has reunited 40 missing children with their parents, honored with this award.

News Continuous Bureau | Mumbai 

Karma Bhushan award 2024:  સુરતના હોમગાર્ડ વિભાગમાં નિષ્ઠા અને પ્રતિબદ્ધતાપૂર્વક સેવા બજાવતાં પ્રકાશકુમાર મૌર્ય (CSM રેંક, મુખ્યમંત્રી મેડલ વિજેતા)ને અનીશ સંસ્થા દ્વારા ‘કર્મ ભૂષણ એવોર્ડ ૨૦૨૪’થી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમના સત્કાર્યોથી પ્રેરિત થઈ આપવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

          પ્રકાશકુમાર મૌર્ય છેલ્લા ૧૮ વર્ષથી સચિન હોમગાર્ડ યુનિટમાં ( Sachin Home Guard Unit ) સેવા આપી રહ્યા છે. તેઓ માત્ર ફરજ પૂરતી જ જવાબદારી બજાવતા નથી, પરંતુ સમાજની ભલાઈ માટે ઉત્સાહભેર કામ કરે છે. સચિન પોલીસ સ્ટેશન સાથે જોડાઈ, તેઓ શહેરની શાળા અને વિસ્તારોમાં બાળકીઓ સામેના અપરાધો અટકાવવા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવે છે.

        ગુમ થયેલા બાળકોને પરિવાર સાથે મિલન કરવાનું પ્રસંશનીય કાર્ય કરી રહ્યાં છે. તેઓએ ફરજ દરમિયાન ૪૦ જેટલા ગુમ થયેલા બાળકોને શોધી, તેમને તેમના માતા-પિતા સાથે મિલન કરાવ્યું છે.  આ સિવાય, વૃદ્ધોને તેમના પરિવારજનો સાથે ફરીથી જોડવાની નોંધપાત્ર કામગીરી કરી માનવસેવામાં તેમની પ્રતિબદ્ધતા દાખવી છે.

        તેમણે માત્ર ગુજરાતમાં ( Surat ) જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશમાં પણ સામાજિક પ્રવૃત્તિઓમાં  ભાગ લઇ, ઉમદા કાર્ય નિભાવ્યું છે. તેઓ સચિન પોલીસ સ્ટેશન સાથે મળીને શાંતિ અને સુરક્ષા જાળવવાના સતત પ્રયાસો કરે છે.

આ સમાચાર પણ વાંચો : GIFT City Gandhinagar: ભારતનું ફાયનાન્સિયલ ગેટ-વે બન્યું ગાંધીનગરનું ગિફ્ટ સિટી, PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં આ પ્રસિદ્ધ કંપનીઓની કોર્પોરેટ ઓફિસો છે કાર્યરત.

         પ્રકાશકુમાર મૌર્યને ( Prakash Kumar Maurya ) આપવામાં આવેલા આ પુરસ્કાર ( Karma Bhushan award 2024 ) તેમની નિસ્વાર્થ સેવા અને સમર્પિત કામગીરીનો આદરરૂપ છે. આવાં કાર્યોએ સમાજમાં નવી પ્રેરણા ફૂકવાની સાથે અન્ય લોકોને પણ જીવનમાં સેવાના માર્ગે પર ચાલવા પ્રેરિત કરે છે

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version