News Continuous Bureau | Mumbai
Farm Registration: વિદેશમાં નિકાસ કરવામાં આવતાં ફળ-શાકભાજી પાકો માટે ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. બાગાયત ખાતા દ્વારા વિદેશમાં ફળ-શાકભાજી પાકોની નિકાસ માટે ફાર્મનું રજિસ્ટ્રેશન કરી પ્રમાણપત્ર આપવામાં આવે છે. જેમાં રસ ધરાવતા અરજદારે નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ (ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮) થી ફાર્મ રજિસ્ટ્રેશન ફોર્મ મેળવી લેવું અને ૮-અ અને ૭-૧૨ ની નકલ, આધાર કાર્ડ, ખેતરનો કાચો નકશો અને ફાર્મ ડાયરી જેવા જરૂરી કાગળો સાથે ઉપરોક્ત કચેરીનો સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામક-સુરતની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Droupadi Murmu: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે અમદાવાદના ઓમ જિજ્ઞેશ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.