News Continuous Bureau | Mumbai
Icchapor- Model Police Station: સુરતનું ઈચ્છાપોર પોલીસ સ્ટેશન ભારતના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનમાં સ્થાન પામ્યું છે. ચાલો, જાણીએ આ પોલીસ સ્ટેશનની કામગીરી વિશે જેના કારણે તેને આ સન્માન પ્રાપ્ત થયું.
સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન, જનમાનસમાં પોલીસ સ્ટેશનની રહેલી પરંપરાગત ધારણાને બદલી છે. આ પોલીસ સ્ટેશને જનતા અને પોલીસ વચ્ચે હકારાત્મક સંબંધ વિકસાવ્યો છે. જેના કારણે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે આ પોલીસ સ્ટેશનને શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે
આ સમાચાર પણ વાંચો : Perplexity AI: Perplexity AIના CEO પ્રધાનમંત્રીને મળ્યા
પોલીસ નાગરિકોને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉદ્દેશની પરિપૂર્તિ કરતાં સુરતના આ પોલીસ સ્ટેશને કાર્યક્ષમતા, કાયદાનો અમલ અને સમુદાયનો સાથ જેવા પરિબળો થકી પોતાની અનોખી છાપ ઉભી કરી છે.
હત્યા, લૂંટ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓને ઉકેલવામાં ઈચ્છાપોર પોલીસ સ્ટેશનનો રેકોર્ડ ઉત્તમ છે. આ પોલીસ સ્ટેશન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી જાહેર સલામતીમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. અહીંની સેવાઓ નાગરિક-કેન્દ્રિત છે.આમ, આ પોલીસ સ્ટેશન અન્ય પોલીસ સ્ટેશન માટે મોડેલરૂપ બન્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

