News Continuous Bureau | Mumbai
Surat: કામરેજના ( Kamrej ) ધોરણપારડી ખાતે માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ( Manav Seva Charitable Trust ) તથા શહેરના શ્રેષ્ઠી, સમાજસેવકો અને દાતાઓના સહયોગથી રૂ.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત ‘આશીર્વાદ માનવમંદિર’નું ( Ashirvad Manav Mandir ) લોકાર્પણ કેન્દ્રીય મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના ( Parshottam Rupala ) હસ્તે કરવામાં આવ્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Inauguration of ‘Ashirvad Manavmandir’ built at a cost of Rs.32 crore for the service of destitute mentally challenged at Kamrej’s dhoran Pardi in Surat
કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, સુરતની ભૂમિ કર્ણની ભૂમિ અને ભામાશાની ભૂમિ તરીકે જગવિખ્યાત છે. સેવાના પ્રકલ્પોને જનસેવા માટે અર્પવાની અજબની તાકાત સુરતની ધરતીમાં છે. ગુજરાત ( Gujarat ) એક એવું રાજ્ય છે કે જ્યાં ઘર-ઘર સદાવ્રત સમાન છે. અહીં અતિથીઓને ભગવાનની ઉપમા અપાય છે. એટલે જ ગુજરાતની ધરતીની સુવાસ કંઈક અલગ છે. સમગ્ર દેશમાં દાનવીર ભૂમિ તરીકે ઓળખાતી આ સુરતની ધરતી છે. જ્યાં દાનની વાત આવે તો હંમેશા અગ્રેસર હોય છે. રક્તદાન, નેત્રદાન અને હવે અંગદાનમાં સુરત મોખરે રહ્યું છે.
Inauguration of ‘Ashirvad Manavmandir’ built at a cost of Rs.32 crore for the service of destitute mentally challenged at Kamrej’s dhoran Pardi in Surat
વધુમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સેવાજ્ઞની આહુતિથી સુરત ભૂમિ પાવન બની છે. સૌરાષ્ટ્ર જેવા ગુણીયલ પ્રદેશની સેવા પરાયણતા પરત્વે જીવન જીવી ત્યાગ અને ધર્મનો સુમેળ સાધી ગુર્જરધરાની અસ્મિતાને ધર્મ ધ્વજાની ફોરમને સતદેવીદાસ અને અમરમાંએ પરગણામાં વહેતી કરી હતી. તેવી જ રીતે સુરતમાં માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ( Manavseva Charitable Trust ) સંચાલિત આશીર્વાદ માનવમંદિરમાં ( Ashirwad Manav Mandir ) સેવાની જ્યોતિ પ્રજ્વલિત થઈ છે જે કાયમ અંખડ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
Inauguration of ‘Ashirvad Manavmandir’ built at a cost of Rs.32 crore for the service of destitute mentally challenged at Kamrej’s dhoran Pardi in Surat
.
આ સમાચાર પણ વાંચો : Gujarat : ખાદીને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં KVICએ ગ્રામીણ કારીગરોને ‘નવી શક્તિ’ આપવા માટે મશીનો અને ટૂલકીટનું વિતરણ કર્યું
નોંધનીય છે કે, માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં ૨૩૫૦થી વધુ પ્રભુજીઓને સ્વસ્થ કરીને પરિવાર સાથે મિલન કરાવ્યું છે. હાલ કામરેજ ખાતે નિવનિર્મિત આર્શીવાદ માનવમંદિરમાં કુલ ૫૮૫ મનોદિવ્યાંગ આશ્રય લઈ રહ્યા છે
Inauguration of ‘Ashirvad Manavmandir’ built at a cost of Rs.32 crore for the service of destitute mentally challenged at Kamrej’s dhoran Pardi in Surat
આ પ્રસંગે પૂર્વ શિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણી ( Nanubhai Vanani ) , પ્રવીણભાઈ ખેની, મનહરભાઈ કાકડીયા, મનહરભાઈ સાસપરા, સેવક જેરામભાઈ, શ્રીશ્રી ૧૦૮ તપોનિષ્ઠ શ્રી મહંત સંપૂર્ણાનન્દ બ્રમ્હચારી, વિવિધ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સમાજ શ્રેષ્ઠીઓ સહિત રાજસ્વી અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ તેમજ શહેરીજનોને ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
Inauguration of ‘Ashirvad Manavmandir’ built at a cost of Rs.32 crore for the service of destitute mentally challenged at Kamrej’s dhoran Pardi in Surat