Site icon

Gujarat Tribals : ગુજરાતના આદિજાતિ બંધુઓને નિશ્ચિત બાંધકામ તેમજ કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો/વાહનો માટે બેંકમાંથી મળતી લોન સામે વ્યાજ સહાય યોજના.

Gujarat Tribals : બેંકમાંથી લીધેલી લોન સામે વધુમાં વધુ ૯% કે રૂ.૧૭.૫૦ લાખમાંથી જે ઓછું હોય તે વ્યાજ સહાય મળવાપાત્ર

Interest subsidy scheme against loans from banks for fixed construction and equipmentvehicles required in agricultural sector to tribal members of Gujarat

Interest subsidy scheme against loans from banks for fixed construction and equipmentvehicles required in agricultural sector to tribal members of Gujarat

 News Continuous Bureau | Mumbai 

Gujarat Tribals : ગુજરાતમાં વસતાં આદિજાતિ બાંધવોને આર્થિક રીતે પગભર કરવાના હેતુથી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન વિભાગ ( Gujarat Tribal Development Corporation ) દ્વારા નિશ્ચિત બાંધકામ તેમજ કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો/વાહનો માટે બેંકમાંથી મળતી લોન સામે વ્યાજ સહાય યોજના અમલી બનાવી છે. જે હેઠળ રાજ્યમાં વસતાં અનુસૂચિત જનજાતિના વિસ્તારોમાં બાંધકામ તેમજ કૃષિ ક્ષેત્રે ( Agricultural sector ) ઓટોમેટિક હાઈડ્રોલિક ઈંટ બનાવવાનું મશીન, કોકિટ બ્લોક બનાવવાનું મશીન, ડીઝલ એન્જિન, કોકિટટ્રાન્ઝિટ મિક્સર, હેવી યુટી કોકિટકટીંગ મશીન, ડિઝલ જનરેટર, કૃષિ ક્ષેત્રે વપરાતા ડ્રોન, વેલ્ડિંગમશીન, 5 HP કોંક્રિટપાવસ્ટ્રોવેલ, JCB જેવા મોટા કદના મશીનો/વાહનો માટે બેંકમાંથી મેળવેલી લોન સામે વ્યાજ સહાય મળશે.  

Join Our WhatsApp Community

            બેંક ( Bank Loan ) દ્વારા રૂ.૩૫ લાખની મર્યાદામાં મોટા કદના મશીનો/વાહનો માટે લોન મેળવેલા વ્યક્તિઓને આ સહાય ( Interest Subsidy Scheme )  મળવાપાત્ર થશે. બાંધકામ/કૃષિ ક્ષેત્ર માટેની મશીનરી/વાહનો અરજદાર દ્વારા ખરીદેલી હોય તો તે અંગેના તમામ આધાર પુરાવા રજુ કરવાના રહેશે. તેમજ બેકમાં ભરેલા લોનના હપ્તાનું વાર્ષિક બેંક સ્ટેટમેન્ટ સામે બેંકનું તે મતલબનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. જેના આધારે બેંકમાંથી લીધેલી લોન સામે વધુમાં વધુ ૯% કે રૂ.૧૭.૫૦ લાખમાંથી જે ઓછું હોય તે વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

આ સમાચાર પણ વાંચો  :  PM Modi: પ્રધાનમંત્રી જાપાનના સ્પીકર અને તેમના પ્રતિનિધિમંડળને મળ્યા

           ઉપરોક્ત યોજનાનો લાભ લેવા ઇચ્છતા સુરત ( Surat ) જિલ્લાના લાભાર્થીઓ પ્રાયોજના વહીવટદારની કચેરી, માંડવી ખાતે રૂબરૂ મુલાકાત લેવી અને વધુ માહિતી માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની કચેરી,ગાંધીનગર(૦૭૯-૨૩૨૫૩૮૨૭/૯૧)નો સંપર્ક કરવો. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version