Site icon News Continuous Bureau | Mumbai

Surat Rainfall : સુરત જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં પડેલ વરસાદની રસપ્રદ વિગતો

Surat Rainfall : છેલ્લા દસ વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની સરખામણીએ જુનના અંત સુધીમાં પલસાણા તાલુકામાં સિઝનનો ૨૩.૦૬ ટકા તથા ઓલપાડમાં ૩૧.૪૦ ટકા વરસાદ નોંધાયો. ગત ૨૦૨૩ના જુન મહિનામાં ઓલપાડ તાલુકામાં માત્ર ૯૧ મી.મી. વરસાદ નોંધાયો હતો જયારે આ વર્ષ ૩૧૭ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે

Interesting details of rainfall in Surat district in last ten years

Interesting details of rainfall in Surat district in last ten years

News Continuous Bureau | Mumbai

Surat Rainfall : સુરત જિલ્લામાં ( Surat  ) છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની વિગતો જોઈએ તો, ઉમરપાડા તાલુકામાં ૨૨૬૨ મી.મી., ઓલપાડમાં ૧૦૦૯ મી.મી., કામરેજ ( Kamrej ) તાલુકામાં ૧૩૨૯ મી.મી., ચોર્યાસી તાલુકામાં ૧૩૪૧ મી.મી., પલસાણા તાલુકામાં ૧૪૮૭, બારડોલીમાં ૧૪૧૬ મી.મી., મહુવામાં ૧૫૨૭ મી.મી., માંગરોળમાં ૧૭૨૧, માંડવીમાં ૧૨૮૭ મી.મી., સુરત સીટીમાં ૧૪૧૯ મી.મી. વરસાદ ( Rain ) નોંધાયો છે.  

Join Our WhatsApp Channel

               જયારે આ વર્ષે તા.૩૦મી જુન ૨૦૨૪ના રોજની સ્થિતિએ છેલ્લા દસ વર્ષમાં પડેલા વરસાદની સરેરાશ ટકાવારીએ જોઈએ તો, ઉમરપાડા તાલુકામાં ૨૦૩ મી.મી. સાથે સિઝનનો ૮.૯૭ ટકા વરસાદ, ઓલપાડમાં ૩૧૭ મી.મી. સાથે ૩૧.૪૦ ટકા, કામરેજમાં ૨૫૪ મી.મી. સાથે ૧૯.૧૧ ટકા, ચોર્યાસી તાલુકામાં ૧૨૧ મી.મી. સાથે ૯.૦૨ ટકા, પલસાણામાં ૩૪૩ મી.મી. સાથે ૨૩.૦૬ ટકા, બારડોલીમાં ૨૭૬ મી.મી. સાથે ૧૯.૪૯ ટકા, મહુવામાં ૨૨૮ મી.મી. સાથે ૧૪.૯૩ ટકા, માંગરોળમાં ૨૨૩ મી.મી. સાથે ૧૨.૯૫ ટકા, માંડવીમાં ૧૨૮ મી.મી. સાથે ૯.૯૪ ટકા જયારે સુરત સિટીમાં ૨૬૨ મી.મી. સાથે ૧૮.૪૬ ટકા વરસાદ નોંધાયો હતો.          

 આ સમાચાર પણ વાંચો:  Adani-Hindenburg Case: અમેરિકન નાણાકીય સંશોધન કંપની હિંડનબર્ગ રિસર્ચને હવે પાઠવી કારણ બતાવો નોટિસ; સેબીની મોટી કાર્યવાહી..

             ગત ૨૦૨૩ના વર્ષની જુન મહિના દરમિયાન પડેલા વરસાદની વિગતો જોઈએ તો, ઉમરપાડા તાલુકામાં ૨૬૫ મી.મી., ઓલપાડમાં ૯૧ મી.મી., કામરેજમાં ૩૧૫ મી.મી., ચોર્યાસી તાલુકામાં ૧૦૭ મી.મી., પલસાણામાં ૪૪૪ મી.મી., બારડોલીમાં ૫૨૩ મી.મી., મહુવામાં ૫૫૪ મી.મી., માંગરોળમાં ૨૦૮ મી.મી., માંડવીમાં ૩૪૪ મી.મી. જયારે સુરત સીટીમાં ૨૦૯ મી.મી. વરસાદ નોંધાયો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version