Site icon

International Kite Festival: તા.૧૦મી જાન્યુઆરીએ અડાજણ રિવરફ્રન્ટ પાસે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાશે

International Kite Festival: દેશ-વિદેશના ૫૦થી વધુ પતંગબાજો ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની પૂર્વ તૈયારીઓ અને આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

International Kite Festival will be held near Adajan Riverfront on 10th January

International Kite Festival will be held near Adajan Riverfront on 10th January

News Continuous Bureau | Mumbai

International Kite Festival: સુરત ( Surat ) શહેરની ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે તા.૧૦મી જાન્યુ.એ અડાજણ રિવરફ્રન્ટની ( Adajan Riverfront ) બાજુના પ્લોટ, જુનો અડાજણ રોડ ખાતે પતંગ મહોત્સવનું ( Kite festival ) આયોજન કરાયું છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકના ( ayush oak ) અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે  બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ કાઇટ ફેસ્ટિવલની પૂર્વ તૈયારીઓ અને તેના સુચારૂ આયોજન અંગે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી હતી.

Join Our WhatsApp Community

               કલેકટરશ્રીએ રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પતંગ મહોત્સવને સફળ બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એમ કહી મહોત્સવને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી. 

               પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના ૫૦ થી વધુ પતંગબાજો ( Kite fliers ) ભાગ લેશે, જેમના અવનવા પતંગોના કરતબો માણવાની સોનેરી તક મળી રહેશે. ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ અંતિમ તબક્કામાં છે એમ તેમણે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : IPL 2024: શું આ વખતે પણ IPL ભારતમાં નહીં રમાય!? જાણો શા માટે બની રહી છે આવી શક્યતાઓ..

             આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારી, સિટી પ્રાંત-સુરત નાયબ કલેક્ટરશ્રી વી.જે.ભંડારી, મનપા નાયબ કમિશ્નરશ્રી ગાયત્રી જરીવાલા, સિનિયર પ્રવાસન અધિકારીશ્રી તુલસી હાંસોટી, માર્ગ અને મકાન વિભાગ સહિત  સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Michigan Pile-up Accident: અમેરિકાના મિશિગનમાં બરફીલા તોફાનનો કહેર; હાઈવે પર 100 થી વધુ વાહનો વચ્ચે ભીષણ અકસ્માત, અનેક લોકો ઈજાગ્રસ્ત.
Donald Trump’s Peace Plan: ડોનાલ્ડ ટ્રમ્પની ‘શાંતિ યોજના’માં કાશ્મીરનો ઉલ્લેખ! શું અમેરિકા ભારતની આંતરિક બાબતોમાં દખલ કરશે? જાણો દિલ્હીમાં કેમ મચી છે હલચલ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની સીધી કાર્યવાહીની ધમકી; કયા દેશ પર અમેરિકા ત્રાટકશે? જાણો આંતરરાષ્ટ્રીય રાજકારણના સૌથી મોટા સમાચાર
Trump Gaza Peace Board: ગાઝા શાંતિ બોર્ડમાં પાકિસ્તાનની એન્ટ્રીથી ઇઝરાયેલ લાલઘૂમ! ટ્રમ્પના એક નિર્ણયથી મિત્ર દેશો કેમ થયા નારાજ? જાણો શું છે અસલી ગેમપ્લાન.
Exit mobile version