International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ડુમસની પી.આર. કોન્ટ્રાક્ટર કન્યા વિદ્યાલયમાં યોજાશે

International Yoga Day: કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

 News Continuous Bureau | Mumbai

International Yoga Day: વિશ્વ યોગ દિવસની ઉજવણી પૂર્વે નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ કેળવવા અનેકવિધ કાર્યક્રમોનું  આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય સંચાર બ્યુરો ( Central Bureau of Communications ) દ્વારા ડુમસ ખાતે આવેલી પી.આર. કોન્ટ્રાક્ટર કન્યા વિદ્યાલયમાં ( PR Contractor Kanya Vidhyalay ) આજે “પોતાના અને સમાજ માટે યોગ” વિષય પર ચિત્ર, નિબંધ અને યોગ નિદર્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Community
International Yoga Day CelebrationTo be held at Dumas Choryasi PR Contractor Kanya, Vidhyalay

International Yoga Day CelebrationTo be held at Dumas Choryasi PR Contractor Kanya, Vidhyalay

              શરીર અને મનનું સંતુલન એટલે યોગ. યોગ એ તન-મનનું વિજ્ઞાન છે. શારીરિક-માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી સમાન ભારતની પરંપરાગત યોગવિદ્યાને ( Yoga Vidya ) વિશ્વએ અપનાવ્યો છે. જે દેશવાસીઓને ગૌરવ લેવા જેવી બાબત છે. યોગની લોકપ્રિયતામાં વધારો કરવા, સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી જીવનશૈલીને લગતી વિકૃતિઓને દૂર કરવામાં યોગનું મહત્વ રહેલું છે. આ વાતને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે. જેમાં ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રીય કાર્યાલય, સુરત દ્વારા ડુમસની પી. આર. કોન્ટ્રાક્ટર કન્યા વિદ્યાલયમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે આજે શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. ૩૫ જેટલી વિદ્યાર્થિનીઓએ ( School students ) યોગ નિદર્શન કરી યોગ પ્રત્યેની પોતાની લાગણી રજૂ કરી હતી. આં. રા. યોગ દિવસની ઉજવણી બાદ આ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ક્ષેત્રીય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા, રોશન પટેલ, શાળાનાં આચાર્ય પદ્માબેન, શિક્ષક ભૂપેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. 

International Yoga Day CelebrationTo be held at Dumas Choryasi PR Contractor Kanya, Vidhyalay

આ સમાચાર  પણ વાંચો : Central Government: કેન્દ્ર સરકારે અનિચ્છનીય અને અનિયંત્રિત બિઝનેસ કમ્યુનિકેશન, 2024નાં નિવારણ અને નિયમન માટે ડ્રાફ્ટ માર્ગદર્શિકા પર લોકોની ટિપ્પણીઓ માંગી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version