Site icon News Continuous Bureau | Mumbai

ISI Mark : સુરતમાં ISI માર્ક વગર યાર્ન બનાવતા યુનિટ પર ભારતીય માનક બ્યુરોની કડક કાર્યવાહી, આ બે યુનિટ પર પાડ્યા દરોડા..

ISI Mark : બંને કંપનીઓ પોલિએસ્ટર આશિક ઉન્મુખ યાન(POY) વિદેશમાંથી આયાત કરતી હતી વગર Iડા માર્કના પોલિએસ્ટર આશિક ઉન્મુખ યાર્ન (POY) આયાત કરી શકાતું નથી તેથી ઉપરોક્ત યુનિટના ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી.

ISI Mark Bureau of Indian Standards raids on yarn manufacturing units without isi mark

ISI Mark Bureau of Indian Standards raids on yarn manufacturing units without isi mark

 News Continuous Bureau | Mumbai  

ISI Mark : ભારતીય માનક બ્યુરો ( Bureau of Indian Standards ) ના  અધિકારીઓ દ્વારા માન્ય લાયસન્સ લીધા વગર આઈ એસ આઈ (ISI) માર્કવાળા પૉલિએસ્ટર આંશિક ઉન્મુખ યાર્નના ઉત્પાદન  ( yarn manufacturing units ) મા રોકાયેલા યુનિટમાં મેસર્સ સાનિકા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (યુનિટ II) પ્લોટ નંબર- 25-37, બ્લોક નંબર 1053, ગામ-તડકેશ્વર, તાલુકો-માંડવી, જિલ્લો-સુરત ( Surat ) , ગુજરાત-394170 અને મેસર્સ દેવિકા ફાઇબર્સ પ્રાઇવેટ લિમિટેડ પ્લોટ નંબર 2.3.4.9/10 1,20,21,23, બ્લોક નં-792,793 ગામ-કુરસદ, તાલુકો ખોલપાડ, સુરત-394110 તારીખ 09.03.2024ના રોજ દરોડા ( Raid ) ની કાર્યવાહી કરવામાં આવી દરોડા દરમિયાન, સાનિકા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસેથી લગભગ (60 MT) અને દૈવિકા ફાઇબર્સ પ્રાઇવેટ લિમિટેડ પાસે થી (49 MT) ISI માર્ક વિનાનું પોલિએસ્ટર આશિક ઉન્મુખ યાર્ન જપ્ત કરવામાં આવ્યું હતું ઉપરોક્ત બંને કંપનીઓ પોલિએસ્ટર આશિક ઉન્મુખ યાન (POY) વિદેશમાંથી આયાત કરતી હતી વગર Iડા માર્કના પોલિએસ્ટર આશિક ઉન્મુખ યાર્ન (POY) આયાત કરી શકાતું નથી તેથી ઉપરોક્ત યુનિટના ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી.

Join Our WhatsApp Channel

આ અપરાધ છે દંડનીય 

રસાયણ અને ખાતર મંત્રાલય ના ઓર્ડર નંબર- CG-DL-E-18072023-247398 મુજબ તારીખ 17 જુલાઈ 2023 ના રોજ જારી કરાયેલા પોલિએસ્ટર પાર્શિયલી ઓરીએન્ટેડ યાર્ન (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર-2023ના રોજ પોલિએસ્ટર આશિક ઉન્મુખ યાર્ન આઈ એસ આઈ (ISI) માર્ક 05-10-2023 પછી ફરજિયાત બનાવવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી વગર આઈ એસ આઈ માર્ક લગાવેલ પોલિએસ્ટર આંશિક ઉન્મુખ યાર્નનું ઉત્પાદન વેચાણ, આયાત અને સંગ્રહ કરી શકો નહીં. આવું કરનારના વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2,00,000/- આર્થિક દંડ અથવા બને સજાની જોગવાઈ છે.

આ સમાચાર પણ વાંચો   : Khajur Burfi Recipe : ઘરે બનાવો સ્વાસ્થ્યથી ભરપૂર ખજૂર બરફી, નોંધી લો રેસિપી..

છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જોખમથી આમ જનતાને બચાવવા

ઘણા બધા ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જોખમથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ કરેલ કરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરે છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકયિક ના દુરપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ ભારતીય માનક બ્યૂરો સુરંત શાખા કાર્યાલય, પ્રથમ માળ દૂરસંચાર ભવન કારીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001 ફોન નં 0261 – 2990071 પર લખી શકે છે. ફરિયાદ subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેઈલ પણ કરી શકાય છે. આવા પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Sambit Patra Slams Opposition ભાજપ સાંસદ સંબિત પાત્રાનો વિપક્ષ પર આકરો પ્રહાર વિરોધ પ્રદર્શનને ‘ફ્લોપ શો’ ગણાવ્યો, કહ્યું ‘આ લોકશાહીની સાચી જીત છે’
No Democracy In India ‘ભારતમાં હવે લોકશાહી બચી નથી, તેને ખતમ કરનાર ગદ્દાર’ પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
CJP Protest Over 1500 Detained દિલ્હી પોલીસનું મહાએક્શન CJP વિરોધ પ્રદર્શન વચ્ચે 1500 થી વધુ લોકોની અટકાયત, રાજધાની છાવણીમાં ફેરવાઈ
Election Results 2026 BJP Record Victory ‘મોદી મેજિક’ અને સંગઠનની તાકાત સામે વિપક્ષનો સંપૂર્ણ સફાયો; દિગ્ગજ નેતાઓ પોતાની બેઠકો પણ ન બચાવી શક્યા
Exit mobile version