Site icon

Namo Lakshmi Yojana: નમો લક્ષ્મી યોજનાનું રજિસ્ટ્રેશન માત્ર સોમવાર અને મંગળવાર બે જ દિવસ પૂરતુ છે તે ગેરમાન્યતા-અફવા છે

Namo Lakshmi Yojana: રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.

It is a misconception that the registration of Namo Lakshmi Yojana is only for two days, Monday and Tuesday.

It is a misconception that the registration of Namo Lakshmi Yojana is only for two days, Monday and Tuesday.

 News Continuous Bureau | Mumbai 

Namo Lakshmi Yojana: રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તા.૨૭મી મે થી સંબંધિત સરકારી અને ખાનગી શાળાઓ મારફતે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં લાભ લેવા ઇચ્છતા વિદ્યાર્થિનીઓના ( Students ) વાલીઓએ જરૂરી સાધનિક કાગળો ઝડપથી તૈયાર કરી શાળા કક્ષાએ પહોંચતા કરવા જણાવાયું છે. ખાસ કરીને આ યોજનાનું રજિસ્ટ્રેશન ( Registration ) માત્ર સોમવાર અને મંગળવાર બે જ દિવસ પૂરતુ છે તેવી ગેરમાન્યતા-અફવા છે, એમ જિલ્લા શિક્ષણાધિકારી-સુરત ( District Education Office Surat ) દ્વારા જણાવાયું છે. આ અફવાથી વાલીઓ ગેરમાર્ગે ન દોરાય અને આવકનું પ્રમાણપત્ર મેળવવા ધસારો ન કરે તે માટે રાજ્ય સરકારે ( State Government ) ઉનાળુ વેકેશન ખુલતા જ શાળા પ્રવેશોત્સવના સમયે વિદ્યાર્થિનીઓને આ યોજનાનો લાભ આપી શકે એ પ્રકારનું આયોજન કર્યું છે. જેથી સત્વરે જરૂરી સાધનિક કાગળો એકઠા કરી અરજી કરવા તમામ માધ્યમિક શાળાઓના આચાર્યોને સૂચના જિલ્લા શિક્ષણાધિકારીએ આપી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Ruchaka Rajyoga: 1 જૂનથી બનશે રુચક રાજયોગ, ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય; મળશે અપાર ધન અને પ્રમોશન..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Exit mobile version