Jal Sanchay Initiative : ‘જળસંચય જનભાગીદારી’ અભિયાન અંતર્ગત વેસુ ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘જળસંચય મહિલા પદયાત્રા’ યોજાઈ

Jal Sanchay Initiative : જળસંચયની જવાબદારી જ્યારે સ્ત્રીશક્તિ સંભાળે છે, ત્યારે જલસંચયના પ્રયાસો સમાજના મૂળ સુધી પહોંચે છે: કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલ

Jal Sanchay Initiative Water Conservation Womens Walk was held at Vesu

News Continuous Bureau | Mumbai

Jal Sanchay Initiative : કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં વેસુ શ્યામ મંદિરથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની ‘જળ સંચય મહિલા પદયાત્રા’ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કળશમાં જળ લઈ પદયાત્રામાં જોડાઈ હતી.
આ પ્રસંગે જલસંરક્ષણ માટે એકજૂથ થયેલી મહિલાઓને અભિનંદન પાઠવતા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, જળ એ જીવન છે. કેન્દ્ર સરકાર પાણીના સંગ્રહ અને સદુપયોગમાં વિશેષ કાળજી રાખી રહી છે, ત્યારે જળ સંચયની પ્રવૃતિને આંદોલન બનાવવું જરૂરી છે. જળસંચયની જવાબદારી જ્યારે સ્ત્રીશક્તિ સંભાળે છે, ત્યારે જલસંચયનો પ્રયાસ સમાજના મૂળ સુધી પહોંચે છે. ‘નારીશક્તિ જલસંચય યાત્રા’ તેનું ઉત્તમ ઉદાહરણ છે. બહેનોને અનુરોધ કરતા કહ્યું હતું કે, તમારા પિયરનું ગામ દત્તક લઈને જળસંચયમાં સહભાગી બનીએ.

Join Our WhatsApp Community

Jal Sanchay Initiative Water Conservation Womens Walk was held at Vesu

આ સમાચાર પણ વાંચો  : Maharashtra Politics : નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ફરી એકવાર તેમના પૈતૃક ગામની મુલાકાતે! વિભાગોના વિતરણ બાદ શું નારાજ છે શિંદે ? અટકળો તેજ

વધુમાં તેમણે કહ્યું કે, જમીનના પેટાળમાં મોટી માત્રામાં પાણીના જથ્થાનો સંગ્રહ કરવાની તાકાત રહેલી છે. આ વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપીએ. જળ સંચય માટે ‘કર્મભૂમિ થી જન્મભૂમિ’ અભિયાનમાં જોડાઈને સુરતમાં રહેતા અન્ય રાજ્યના અગ્રણીઓને પોતાના વિસ્તારમાં વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનશ્રીએ ૨૦૨૧માં ‘કેચ ધ રેઈન’ પ્રોજેક્ટની ઝુંબેશના રૂપમાં શરૂઆત કરી હતી. જે હવે સમગ્ર દેશમાં જનઆંદોલન બન્યું છે. રાજસ્થાનમાં ટેક્નોલોજી યુગમાં નાની મોટી ૧૧ નદીઓને જોડવા રિવર લિંકનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આવનાર સમયમાં રાજસ્થાનમાં ૧.૬૦ લાખ રિચાર્જ બોરવેલ બનાવવામાં આવશે.

મનપાના પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજીએ જણાવ્યું કે, જળ સંરક્ષણમાં જનભાગીદારીથી આ અભિયાન જનઆંદોલન બન્યું છે. અન્ય મહિલાઓને પ્રેરણા આપવા માટે સુરતની મહિલાઓ કળશ લઈને જળસંચય અભિયાનમાં સહભાગી બની છે, જે સમગ્ર દેશ માટે પ્રેરક ઉદાહરણ બનશે.
આ પ્રસંગે કોર્પોરેટર રોહિણીબેન પાટીલ, અગ્રણીઓ છોટુભાઈ પાટીલ અને પરેશભાઈ પટેલ, નવી સિવિલના ટી.બી.અને ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, ટી એન્ડ ટીવી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ કિરણ દોમડીયા, ભગવાન મહાવીર નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ પ્રવિણ પ્રજાપતિ, સાકેત ગ્રુપના સાંવરપ્રસાદ બુધિયા, કુંજ પંસારી, વિક્રમ શેખાવત, દિપકભાઈ ચોકસી, સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સહિત ૪૦ થી વધુ સંસ્થાની બહેનો પદયાત્રામાં જોડાયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version