Site icon

Lok Adalat Surat : લોકઅદાલતમાં સૌથી વધુ કેસોનો નિકાલ કરવામાં સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે

Lok Adalat Surat : સુરત જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. આજે યોજાયેલી લોકઅદાલતમાં કુલ ૧,૦૫,૫૫૪ કેસો રજૂ કરવામાં આવ્યા હતાં, જેમાંથી ૧,૦૧,૫૫૯ કેસોનો સમાધાનથી સફળ નિકાલ કરવામાં આવ્યો છે.

Lok Adalat Surat Surat district ranks first in the state in disposing of the maximum number of cases in Lok Adalat

Lok Adalat Surat Surat district ranks first in the state in disposing of the maximum number of cases in Lok Adalat

News Continuous Bureau | Mumbai  

Lok Adalat Surat :

Join Our WhatsApp Community

 નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા- નવી દિલ્હીના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શનમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-સુરત દ્વારા તા.૧૨ જુલાઈએ સુરત જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. આજે યોજાયેલી લોકઅદાલતમાં કુલ ૧,૦૫,૫૫૪ કેસો રજૂ કરવામાં આવ્યા હતાં, જેમાંથી ૧,૦૧,૫૫૯ કેસોનો સમાધાનથી સફળ નિકાલ કરવામાં આવ્યો છે. આ તમામ કેસોમાં કુલ રૂ. ૯૬,૫૯,૧૮,૯૮૦ કરોડથી વધુની રકમનું સેટલમેન્ટ થયું છે. લોકઅદાલતમાં સૌથી વધુ કેસોનો નિકાલ કરવામાં સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જે એક નોંધપાત્ર સફળતા છે. ફોજદારી સમાધાનલાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ અન્વયેના કેસો, બેંક દાવાઓ, મોટર અકસ્માત દાવાઓ (MACT), શ્રમ સંબંધિત કેસો, વિજળી અને પાણી બિલ સંબંધિત વિવાદો, લગ્ન સંબંધિત તકરારો, તેમજ રેવન્યુ અને સિવિલ કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રી રાહુલ એ. ત્રિવેદીના માર્ગદર્શનમાં લોકઅદાલતમાં ન્યાયાધીશો, વકીલો અને પક્ષકારોએ સમાધાન દ્વારા તકરાર નિકાલમાં સહભાગી થયા હતા. લોકઅદાલત દ્વારા આજ સુધી કુલ ૩,૫૪,૯૯૭ કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશે આગામી લોકઅદાલતનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે, એમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અને સિનીયર સિવિલ જ્જ ડી.આર.જોષીની યાદીમાં જણાવાયું છે.

Lok Adalat Surat :લોકઅદાલતની મુખ્ય ઉપલબ્ધિઓઃ

1. N.I. Act કલમ ૧૩૮ ના ૩,૪૮૫ કેસોનો સમાધાનથી નિકાલ, રૂ. ૬૧.૬૮ કરોડનું સેટલમેન્ટ
2. ઈ-ચલણના ૨,૨૨,૭૯૫ કેસોનો નિકાલ, રૂ. ૧૫.૨૫ કરોડની વસૂલાત
3. પ્રિ-લિટિગેશનના ૩૦,૬૪૩ કેસો, રૂ. ૩.૬૨ કરોડના સેટલમેન્ટ સાથે ઉકેલ
4. MACPના એક કેસમાં રૂ. ૮૧ લાખના દાવાનો સમાધાનથી નિકાલ
5. ૧૦ વર્ષથી વધુ જુના ૧૭૪ સિવીલ અને ફોજદારી કેસોનો નિકાલ
6. નિર્ધારિત ૧,૭૬૧ ટાર્ગેટેડ કેસોમાંથી ૧૩૨ કેસોનો નિકાલ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version