Site icon

Lok sabha election 2024 : આઝાદીના વર્ષ બાદ ૧૯૫૧ થી ર૦૧૯ સુધી લોકસભાની ચૂંટણીઓમાં આ બેઠક પર થયું સૌથી વધુ મતદાન..

Lok sabha election 2024 : સુરત લોકસભામાં મતદાનની ટકાવારી જોઈએ તો ૧૯૫૧માં ૫૭.૮૦ ટકા, ૧૯૫૭માં ૬૧.૩૦ ટકા, ૧૯૬૨માં ૬૦.૦૬ ટકા, ૧૯૬૭માં ૬૧.૭૭ ટકા, ૧૯૭૧માં ૬૯.૬૧ ટકા, ૧૯૭૭માં ૬૮.૮૩ ટકા, ૧૯૮૦માં ૬૨.૩૮ ટકા, ૧૯૮૪માં ૬૦.૩૭ ટકા, ૧૯૮૯માં ૫૪.૩૬ ટકા, ૧૯૯૧માં ૪૩.૨૮ ટકા, ૧૯૯૬માં ૪૪.૫૮ ટકા, ૧૯૯૮માં ૪૭.૧૪ ટકા, ૧૯૯૯માં ૩૨.૨૬ ટકા, ૨૦૦૪માં ૩૭.૭૦ ટકા, ૨૦૦૯ની ચુંટણીમાં ૪૯.૦૧ ટકા, ૨૦૧૪માં ૬૩.૯૦ ટકા, ૨૦૧૯માં ૬૪.૫૮ ટકા મતદાન નોંધાયું હતું.

Lok sabha election 2024 After the year of independence from 1951 to 2019, this seat has the highest voting in the Lok Sabha elections

Lok sabha election 2024 After the year of independence from 1951 to 2019, this seat has the highest voting in the Lok Sabha elections

News Continuous Bureau | Mumbai

Lok Sabha election 2024 :

Join Our WhatsApp Community

૭ મે ના રોજ ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો પર મતદાન

આગામી તા.૭મી મે-૨૦૨૪ના રોજ રાજયભરમાં ૧૮મી લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો પર મતદાન થશે. લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવાર પસંદ કરતા હોય છે.
આઝાદી બાદ પ્રથમ થયેલી ૧૯૫૧ની ચુંટણીમાં સુરતની સસદીય બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ લોકસભાની પ્રથમ ૧૯૫૧ની ચુંટણીમાં કુલ ૭,૪૫,૦૯૩ જેટલા મતદાતાઓ નોંધાયેલા હતા જે પૈકી ૫૭.૮૦ ટકા મતદાન નોંધાયું હતું.

આઝાદીના વર્ષ બાદ ૧૯૫૧ થી ર૦૧૯ સુધીની લોકસભા ચૂંટણીઓમાં સુરત સંસદીય બેઠક પર સૌથી વધુ ૬૯.૭૧ ટકા મતદાન ૧૯૭૧ જયારે ઓછું ૩૨.૨૬ ટકા મતદાન ૧૯૯૯માં નોંધાયું હતું. ૨૦૦૪ની લોકસભા ૨૩,૭૭,૧૯૮ જેટલા સૌથી વધુ મતદારો નોંધાયા હતા. જેમાં ૧૩,૦૨,૨૨૬ પુરષ મતદારો તથા ૧૦,૭૪૯૭૦ સ્ત્રી મતદારો નોંધાયા હતા. જયારે ૧૯૫૭ની ચુંટણીમાં સૌથી ઓછા ૩,૭૪,૬૧૪ મતદારો નોંધાયા હતા.

વર્તમાન ૨૦૨૪માં કુલ ૧૭,૬૭,૩૭૭ મતદારો નોંધાયા

૧૯૫૧ની પ્રથમ લોકસભાથી ૨૦૧૪ની લોકસભા દરમિયાન સમયાતરે નવા સીમાંકન થતા નવા મતદારો નોંધાયા હતા. સમગ્ર લોકસભાના કુલ મતદારો પર નજર કરીએ તો ૧૯૫૧માં ૭,૪૫,૦૯૩ મતદારો, ૧૯૫૭માં ૩,૭૪,૬૧૪ મતદારો, ૧૯૬૨માં ૪,૧૭,૩૭૭ મતદારો, ૧૯૬૭માં ૪,૨૨,૧૩૮ મતદારો, ૧૯૭૧માં ૪,૬૯,૨૬૫ મતદારો,૧૯૭૭માં ૮,૮૨,૯૬૩ મતદારો, ૧૯૮૦માં ૭,૬૦,૮૬૨ મતદારો, ૧૯૮૪માં ૯૦૫૮૩૧ મતદારો, ૧૯૮૯માં ૧૨,૮૮,૭૨૯ મતદારો, ૧૯૯૧માં ૧૪,૦૯૨૦૨ મતદારો, ૧૯૯૬માં ૧૮,૯૦૬૨૬ મતદારો, ૧૯૯૮માં ૧૯,૫૦૯૫૮ મતદારો, ૧૯૯૯માં ૧૯૫૦૯૫૮ મતદારો, ૨૦૦૪માં ૨૩,૭૭,૧૯૮ મતદારો, ૨૦૦૯માં ૧૪,૨૦,૯૬૯ મતદારો, ૨૦૧૪માં ૧૪,૮૪,૦૨૦ મતદારો, ૨૦૧૯ની લોકસભાની સામાન્ય ચુંટણી માટે ૧૬,૫૫,૬૫૮ મતદારો જયારે વર્તમાન ૨૦૨૪માં કુલ ૧૭,૬૭,૩૭૭ મતદારો નોંધાયા છે.

સુરત લોકસભામાં મતદાનની ટકાવારી જોઈએ તો ૧૯૫૧માં ૫૭.૮૦ ટકા, ૧૯૫૭માં ૬૧.૩૦ ટકા, ૧૯૬૨માં ૬૦.૦૬ ટકા, ૧૯૬૭માં ૬૧.૭૭ ટકા, ૧૯૭૧માં ૬૯.૬૧ ટકા, ૧૯૭૭માં ૬૮.૮૩ ટકા, ૧૯૮૦માં ૬૨.૩૮ ટકા, ૧૯૮૪માં ૬૦.૩૭ ટકા, ૧૯૮૯માં ૫૪.૩૬ ટકા, ૧૯૯૧માં ૪૩.૨૮ ટકા, ૧૯૯૬માં ૪૪.૫૮ ટકા, ૧૯૯૮માં ૪૭.૧૪ ટકા, ૧૯૯૯માં ૩૨.૨૬ ટકા, ૨૦૦૪માં ૩૭.૭૦ ટકા, ૨૦૦૯ની ચુંટણીમાં ૪૯.૦૧ ટકા, ૨૦૧૪માં ૬૩.૯૦ ટકા, ૨૦૧૯માં ૬૪.૫૮ ટકા મતદાન નોંધાયું હતું. વર્તમાન ૭મી મેના રોજ યોજાનાર ચુંટણીમાં પણ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version