Site icon

Lok sabha election 2024 : સુરત જિલ્લામાં હથિયારબંધી માટેનું જાહેરનામું, આવા કોઈ પણ હથિયાર રાખવા પર મુકાયો પ્રતિબંધ..

Lok sabha election 2024 : કોઈ પણ વ્યકિતએ શસ્ત્રો, તલવાર,છરા,શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવું કે સ્ફોટક/ક્ષયકારી પદાર્થ કે પછી પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓને ફેંકવા કે નાંખવા કે સાથે લઈ જવા પર પ્રતિબંધ

Lok sabha election 2024 The Additional District Magistrate Issued A Curfew Notice In Surat District Regarding The Lok Sabha Elections.

Lok sabha election 2024 The Additional District Magistrate Issued A Curfew Notice In Surat District Regarding The Lok Sabha Elections.

 News Continuous Bureau | Mumbai 

Lok sabha election 2024 :  ભારતના ચૂંટણી પંચ ( Election commission )  દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. 

Join Our WhatsApp Community

Lok sabha election 2024 : આવા કોઈ પણ હથિયાર રાખવા પર પ્રતિબંધ

  જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં કોઈ પણ વ્યકિતએ શસ્ત્રો, તલવાર, છરા, શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવું કે સ્ફોટક/ક્ષયકારી પદાર્થ કે પછી પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓને ફેંકવા કે નાંખવા કે સાથે લઈ જવા પર, મનુષ્યો અથવા આકૃતિઓ અથવા પુતળાં દેખાડવા, સુરૂચિનો ભંગ થાય તેવું ભાષણ કરવું, તેવા હાવભાવ કે ચેષ્ટા કરવી, ચિત્રો, પત્રિકા કે પ્લે કાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ કે વસ્તુ તૈયાર કરવા કે તેનો ફેલાવો કરવા પર, કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવા અને લોકોને અપમાનિત કરવાના ઈરાદે જાહેરમાં બુમો પાડવા, ગીતો ગાવા કે વાદ્ય વગાડવા પર પ્રતિબંધ કરાયો છે. 

આ સમાચાર પણ વાંચો : Navratri Bhog Recipe: આજે દુર્ગાષ્ટમી પર માતા મહાગૌરીને અપર્ણ કરો નારિયેળના લાડુ, મળશે આશીવાર્દ..

Lok sabha election 2024 : આ લોકોને લાગુ પડશે નહિં.. 

આ જાહેરનામું સરકારી કે ચૂંટણી કામગીરી હેઠળ હથિયાર લઈ જવા ફરમાવ્યું હોય, હથિયાર લઈ જવાની ફરજ હોય, જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તેમના દ્વારા અધિકૃત કરેલ પોલીસ અધિકારીએ શારિરીક અશકતાને કારણે લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તેને લાગુ પડશે નહિં. આ હુકમનો અમલ તા.૨૩/૪/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version