Site icon

Lok Sabha Elections: લોકશાહીના પર્વની થઇ રહી છે ઉત્સાહભેર ઉજવણી, નવસારી લોકસભાની બેઠક પર ૪૮.૦૩ ટકા તથા બારડોલી લોકસભા બેઠક પર ૫૧.૯૭ ટકા મતદાન નોંધાયું.

Lok Sabha Elections: સુરત જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ પોતાના ધર્મપત્ની સાથે મતદાન કર્યું. નવસારી લોકસભાની બેઠક પર ૪૮.૦૩ ટકા તથા બારડોલી લોકસભા બેઠક પર ૫૧.૯૭ મતદાન (સવારના ૭.૦૦ થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન) નોંધાયું

Lok Sabha Elections 48.03 percent polling was recorded in Navsari Lok Sabha seat and 51.97 in Bardoli Lok Sabha seat (between 7.00 am and 3.00 pm).

Lok Sabha Elections 48.03 percent polling was recorded in Navsari Lok Sabha seat and 51.97 in Bardoli Lok Sabha seat (between 7.00 am and 3.00 pm).

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections: ૨૩- બારડોલી અને ૨૫-નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ સુરત ( Surat ) જિલ્લાના નવ વિધાનસભા વિસ્તારોમાં સવારથી જ મતદારોએ લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે યુવાઓ, મહિલાઓ, વૃધ્ધજનોએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી. 

Join Our WhatsApp Community

               જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધી અને તેમના ધર્મપત્ની શ્રીમતી રાગિણી પારધી સાથે નવસારી ( Navsari ) સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૬૫-મજુરા વિધાનસભાના અઠવાલાઈન્સ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા-૫ ખાતે મતદાન કર્યું હતું.  

              નવસારી લોકસભા બેઠકના ( Lok Sabha Seat ) ઉમેદવાર શ્રી સી.આર.પાટિલે સપરિવાર ભટાર સ્થિત ઉત્તર ગુજરાત શાળામાં મતદાન કર્યુ હતું. હતી. ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ નવસારી લોકસભામાં સમાવિષ્ટ ૧૫૬-મજુરા વિધાનસભાના પીપલોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે પરિવાર સાથે મતદાન ( Voting ) કર્યું હતું. આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજી હળપતિએ માંડવી તાલુકાની ઝરીમોરા પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : CISCE : સીઆઈએસસીઈ વિદ્યાર્થીઓને અનુકૂળ સુલભતા સાથે સશક્ત બનાવે છે: 2024ની વાસ્તવિક-સમયની પરીક્ષાના પરિણામોની ઘોષણા અને ડિજિલોકર દ્વારા માર્કશીટ અને પ્રમાણપત્રોની ઉપલબ્ધતા

            બારડોલી ( Bardoli ) સંસદીય મતવિસ્તારમાં સવારના ૭.૦૦ થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ૫૧.૯૭ ટકા મતદાન થયું હતું. વિગતવાર જોઈએ તો, માંગરોળ વિધાનસભા બેઠક પર ૫૫.૦૬ ટકા, માંડવી બેઠક ૫૭.૨૪ ટકા, કામરેજ બેઠક પર ૩૮.૨૨ ટકા, બારડોલી બેઠક પર  ૫૨.૩૮ ટકા, મહુવામાં ૫૨.૭૧ ટકા, વ્યારામાં ૫૭.૧૭ ટકા અને નિઝરમાં ૬૬.૫૪ ટકા મતદાન થવા પામ્યું હતું. 

              નવસારી સંસદીય મતવિસ્તારમાં ૪૮.૦૩ ટકા મતદાન થયું હતું. વિગતવાર જોઈએ તો, ઉધના વિધાનસભામાં ૪૧.૦૯%, લિંબાયત વિધાનસભા બેઠક પર ૪૪.૧૫ %, મજૂરામાં ૪૪.૪૩ ટકા, ચોર્યાસીમાં ૪૪.૧૭ ટકા, જલાલપોરમાં ૫૫.૩૨ ટકા, નવસારીમાં ૫૫.૫૩ ટકા અને ગણદેવી બેઠક પર ૫૮.૦૬ ટકા મતદાન નોંધાયું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version