Janseva Kendra: અઠવાલાઈન્સના જનસેવા કેન્દ્ર ખાતે એજન્ટો દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ઉધના અને મજુરાના મામલતદારોએ કાયદેસરની કાર્યવાહી માટે ઉમરા પોલીસને રજૂઆત કરી

Janseva Kendra: સુરતના મજુરા તથા ઉધના વિસ્તાર માટે કાર્યરત અઠવાલાઈન્સ સ્થિત જનસેવા કેન્દ્રમાં આવકના, નોન ક્રિમિલીયર સર્ટીફિકેટ, EWS સહિતના વિવિધ દાખલાઓ માટે મોટા પ્રમાણમાં અરજદારોનો ધસારો રહે છે.

Mamlatdars of Udhana and Majura approached the Umra Police for legal action against the illegal activity by the agents at the Janseva Kendra of Athwalines.

Mamlatdars of Udhana and Majura approached the Umra Police for legal action against the illegal activity by the agents at the Janseva Kendra of Athwalines.

News Continuous Bureau | Mumbai

Janseva Kendra: સુરતના ( Surat ) મજુરા તથા ઉધના વિસ્તાર માટે કાર્યરત અઠવાલાઈન્સ ( Athwalines ) સ્થિત જનસેવા કેન્દ્રમાં આવકના, નોન ક્રિમિલીયર સર્ટીફિકેટ, EWS સહિતના વિવિધ દાખલાઓ માટે મોટા પ્રમાણમાં અરજદારોનો ધસારો રહે છે. હાલમાં શાળા/કોલેજના એડમિશનની પ્રક્રિયા તેમજ “નમો લક્ષ્મી યોજના” ( Namo Lakshmi Yojana ) હેઠળ સહાય આપવા અંગેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલતી હોવાથી કામ અર્થે મોટી સંખ્યામાં અરજદારો, વિદ્યાર્થીઓની અવરજવર રહે છે, ત્યારે તા.૨૯/૦૫/૨૦૨૪ ના રોજ કેટલીક ન્યુઝ ચેનલ તથા તા.૩૦/૦૫/૨૦૨૪ ના રોજ VTV ન્યુઝ ચેનલમાં અઠવાલાઈન્સ જનસેવા કેન્દ્ર ખાતે એજન્ટો ( Agents ) દ્વારા દાખલાઓની જરૂરિયાત ધરાવતા અરજદારો પાસેથી નાણા લઈ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા હોવા અંગેના અહેવાલો પ્રસિધ્ધ થયા છે. 

Join Our WhatsApp Community

જેથી મામલતદારોએ તા.૩૦/૦૫/૨૦૨૪ના રોજ બપોરે ૦૧:૦૦ કલાકે જનસેવા કેન્દ્રની ( Janseva Kendra ) આકસ્મિક મુલાકાત લેતા રમેશભાઈ ઠાકરશીભાઈ દેસાઈ અને ઉમાકાન્ત રમેશભાઈ કોથળે નામના બે શંકાસ્પદ વ્યક્તિઓ આ પ્રકારનું કામ કરતા હોવાનું જણાતા આ બંન્ને વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા ઉધના અને મજુરા મામલતદારોએ ( Mamlatdars ) ઉમરા પોલીસ ઇન્સ્પેકટરને પત્ર લખીને રજૂઆત રજૂઆત કરી છે. 

આ સમાચાર  પણ વાંચો: Rajkot TRP Game Zone: રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના ૨૭ હતભાગીઓની ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version