Site icon News Continuous Bureau | Mumbai

Surat Demolition: સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશન

Surat Demolition: ૧૨૪.૨૬ કરોડની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી

Mega demolition at Majura, Magob and Uber in Surat city

Mega demolition at Majura, Magob and Uber in Surat city

News Continuous Bureau | Mumbai

Surat Demolition: સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના સીટી પ્રાંત(દક્ષિણ) વિક્રમ ભંડારીના નેજા હેઠળ મજુરા, મગોબ અને ઉબેર ખાતે મામતલતદારોની ટીમ દ્વારા સરકારી જમીનો પરના દબાણો દુર કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

જેમાં મજુરા વિસ્તારના સરસાણા ખાતેના બ્લોક નં:- ૧૨૪ ક્ષે.૨૩૪૭૨ ચો. મી.વાળી સરકારી જમીન જેની જંત્રી મુજબની કિમંત રૂ.૩૫.૨૦ કરોડ થવા જાય છે. જે જમીન ઉપર વાણિજ્યક ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવી હતી. જેમાં પોલીસ,સુરત મહાનગર પાલિકા તથા દ.ગુ.વીજ કંપનીના સહયોગથી મામલતદાર કચેરી મજુરાની ટીમ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન

જયારે મગોબ ટીપી ૫૩ એફ.પી.૮૮ ક્ષે.ની ૨૭૦૦૦ ચો.મી વાળી સરકારી જગ્યા જેની જંત્રી મુજબ ૮૩.૭૦ કરોડ થાય છે. જે સરકારી જમીન પરનું દબાણ દૂર કરવાની કામગીરી ટીમ મામલતદાર પુણા દ્વારા SMC સ્ટાફ તથા પોલીસ સ્ટાફના સહકારથી કરવામાં આવી.

જયારે ઉંબેર ખાતે બ્લોક નં.૧૯૭માં ૮૦૦૦ ચો.મીટર મીટરની દબાણ જેની ૬૭૦૦ જંત્રી પ્રમાણે અંદાજે ૫.૩૬ કરોડની કિંમતી જમીન પરના દબાણો દુર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહીમાં પોલીસ, સુરત મહાનગરપાલિકા તથા મામલતદારોની સમગ્ર ટીમ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version