News Continuous Bureau | Mumbai
- પાલ વિસ્તારની અંદાજિત ૩૯૮૯ ચો.મી. સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરાયું
- પાલ વિસ્તારમાં ૧૦ કરોડની કિંમતની જમીન પરના દબાણો હટાવાયા
Mega Demolition:n સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના અડાજણ મામલતદારની ટીમ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરી સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલની સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરવા માટે સુરત શહેર(ઉત્તર)ના પ્રાંત અધિકારી નેહાબેન સવાણીના માર્ગદર્શન હેઠળ અડાજણ તાલુકાના પાલ વિસ્તારમાં અડાજણ મામલતદાર મનીષ પટેલની ટીમ દ્વારા ડિમોલીશન કવાયત હાથ ધરાઈ હતી.
આ સમાચાર પણ વાંચો: Mumbai Local mega block :મુંબઈગરાઓ, રવિવારે ત્રણેય રેલવે પર રહેશે મેગા બ્લોક! ઘરની બહાર નીકળતા પહેલા જાણો સમયપત્રક… નહીં તો થશે હેરાનગતિ
Mega Demolition: જેમાં બ્લોક નં.૪૨૯, ક્ષે.૪૮૫૬ ચો.મી., ટી.પી.સ્કીમ નં.૧૪(પાલ), ફા.પ્લોટ નં.૯૨, ક્ષે.૩૯૮૯ ચો.મી. વાળી અંદાજિત રૂ.૧૦ કરોડની સરકારી ગૌચરણ સત્તાપ્રકારની જમીનમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. દબાણમાં આસપાસ ચાલતા બાંધકામોના શ્રમિકોની કોલોની, ટોયેલેટ બ્લોકના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed
