Millet festival: પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ઉત્પાદનો તરફ વધ્યો ઝુકાવ, સુરતમાં આયોજિત બે દિવસીય મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટને મળ્યો બહોળો પ્રતિસાદ

Millet festival: વનિતા વિશ્રામ ખાતે બે દિવસીય મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટને બહોળો પ્રતિસાદઃ ૭૧ સ્ટોલ પર રૂ.૨૮.૨૭ લાખનું વેચાણ”

News Continuous Bureau | Mumbai

Millet festival: પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો લોકો વધુને વધુ ઉપયોગ કરીને સ્વસ્થ રહે તેમજ ભોજનમાં જાડા, બરછટ અનાજનું નિયમિત સેવન કરતા થાય તેવા આશયથી સુરત ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તા.૮ અને ૯મી ફેબ્રુઆરી બે દિવસ માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લાકક્ષાના ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫’ યોજાયો હતો.

Join Our WhatsApp Community
Millet festival Increased inclination towards natural farming and natural products

Millet festival Increased inclination towards natural farming and natural products

 

 

 

 

 

 

 

 

Millet festival: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ખૂલ્લા મૂકાયેલા આ મહોત્સવમાં સુરત સહિતના દ. ગુજરાતના જિલ્લાઓમાંથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત વિવિધ મિલેટ્સ પાકો અને તેમાંથી તૈયાર ઉત્પાદનો, શાકભાજી, ફળફળાદિના પ્રદર્શન તેમજ વેચાણ માટેના ૭૧ સ્ટોલમાંથી સુરતીઓએ બહોળા પ્રતિસાદ સાથે ખરીદી કરી હતી. પ્રથમ દિવસે રૂ. ૮.૭૮ લાખ અને બીજા દિવસે રૂ. ૧૯.૪૯ લાખનું વેચાણ થયું હતું. જે પૈકી ૩૩ જેટલા માત્ર પ્રાકૃતિક કૃષિના સ્ટોલ્સમાંથી રૂ.૧૨.૩૫ લાખનું વેચાણ નોંધાયું હતું.

આ સમાચાર પણ વાંચો:  Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકા પેટા ચૂંટણી માટે તૈયારીઓ થઇ પૂર્ણ, વોર્ડ નં. ૧૮ની ચૂંટણી આ તારીખે થશે

Millet festival Increased inclination towards natural farming and natural products

 

 

 

 

 

 

 

 

 

 

આ મહોત્સવ દ્વારા ખેડૂતોને સીધા ગ્રાહકો સાથે જોડાવાનો મોકો મળ્યો હતો. પ્રાકૃતિક ખેતી પ્રત્યે લોકોની રૂચિમાં વધારો જોવા મળ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારના ઉમદા આયોજનો કરીને ખેડૂતોને સશક્ત બનાવવાના નિરંતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version