Site icon

Surat Road Project: શહેરી વિકાસ સાથે ગામડાઓના વિકાસને પણ સંતુલિત મહત્વ આપતી ગુજરાત સરકાર, સુરતના ગામમાં કરોડોના ખર્ચે આ વિકાસકાર્યોનું થયું ખાતમુહુર્ત..

Surat Road Project: ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે રૂ.૧૧.૫૦ કરોડના ખર્ચે મજબૂતીકરણના કામોનું ખાતમુહુર્ત. સરકારે વિજળી, પાણી અને માર્ગો જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છેવાડાના લોકોના કલ્યાણ માટે વિશેષ કાળજી લીધી છે. રાજ્ય સરકાર શહેરી વિકાસ સાથે ગામડાઓના વિકાસને પણ સંતુલિત મહત્વ આપે છે - વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ. ધારાસભ્ય સંદિપ દેસાઈ અને ઈશ્વરભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિ

  News Continuous Bureau | Mumbai

Surat Road Project:  વન અને પર્યાવરણ રાજ્યમંત્રી  મુકેશ પટેલના વરદ્ હસ્તે ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૧૧.૫૦ કરોડના ખર્ચે ચલથાણ-ડાંભા-કરાડા- મોહિણી-સણિયા કણદે-ભેસ્તાન રોડ તેમજ નાનાવરાછા- સિમાડા-સણિયા હેમાદ-કુંભારીયા-દેવધ-દેલાવડા-સણિયા કણદે રોડના મજબૂતીકરણના કામોનું ખાતમુહુર્ત કરાયું હતું. ધારાસભ્ય સંદિપ દેસાઈ અને ઈશ્વરભાઈ પરમાર, જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 

Join Our WhatsApp Community

                 આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે ( Mukesh Patel ) જણાવ્યું કે, દેલાડવાનો સ્થાનિક વિસ્તાર શહેર સાથે જોડાયેલો છે, અને શહેરમાં થતી ઝડપી પ્રગતિને કારણે આ માર્ગ પર ભારે ટ્રાફિક જોવા મળે છે. માર્ગ અને પરિવહન વ્યવસ્થા આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, અને વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ માર્ગોના ( Road Project ) વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. મેટ્રો અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ્સ દ્વારા સુરત શહેર વિકાસના ક્ષેત્રમાં અગ્રેસર બન્યું છે. શહેરના વિકાસ સાથે ગામડાઓના વિકાસને પણ સંતુલિત મહત્વ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના અંતર્ગત બે ગામોને જોડતો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે, જેના પરિણામે ગામલોકોને અનેક લાભો મળ્યા છે. સરકારે વિજળી, પાણી અને માર્ગો જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છેવાડાના લોકોના કલ્યાણ માટે વિશેષ કાળજી લીધી છે.

        મંત્રી એ જનઆરોગ્ય અંગે સરકારે કરેલા કામ (  Surat Road Project ) વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજનાનો દેશના લાખો લોકો લાભ લઈ રહ્યા છે. ગુજરાત સરકારે આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે આયુષ્માન ભારત યોજનામાં ( Ayushman Bharat Yojana ) કુલ ખર્ચની મર્યાદા વધારીને ૧૦ લાખ રૂપિયા સુધીની કરી છે. ઉપરાંત, ૭૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી, જેથી વયોવૃદ્ધ નાગરિકોને પણ લાભ મળી શકે. 

આ સમાચાર પણ વાંચો:  WAC Commanders Convention: ભારતીય વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડ (WAC)ની યોજાઈ કમાન્ડર્સ કોન્ફરન્સ, વાયુ સેના પ્રમુખ એપી સિંહે કર્યું આ કાર્યક્રમને સંબોધન..

             રાજ્ય સરકાર ( Gujarat Government ) છેવાડાના લોકોના આરોગ્યની સારસંભાળ રાખવા માટે સતત પ્રયાસશીલ છે અને આરોગ્ય સેવાઓના પ્રદાનમાં કોઈ કમી ન રહે તે માટે કટિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

           આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ, પલસાણા તા.પંચાયત પ્રમુખ યોગેશ પટેલ, અગ્રણી કલ્પનાબેન વાંઝવાલા, જિ.પં.ના સભ્યો, દેલાડવાના સરપંચ નિકિતાબેન પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version